વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 13: Line 13:
ઉગમણું ઘર અવાવરુ આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું

પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું  

<poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી ભાષાના નાદલયસૌંદર્યની આવી રવાની પ્રમાણમાં ઓછા ગુજરાતી ગીતકવિઓમાં જોવા મળશે. વિનોદ જોશીના ગીતોમાં વિવિધ શબ્દનાદનાં મોજાંની જે મસ્તીલી ૨વાની વરતાય છે તેને ગુજરાતી ગીતકવિતામાં વિરલ કહેવી પડે તેમ છે.

Line 36: Line 36:
ગુજરાતી લોકગીતની એક રીતિ સંબોધનની છે. આવી સંબોધનશૈલી મધ્યકાલીન ભક્તિપદોમાં પણ આવે છે. એનો લાભ ઉપરોક્ત પંક્તિઓમાં અભાનપણે લેવાયો છે. મલમલનાં પોઢણ હોય ને તો યે નીંદર માટે તરસવું-તડપવું પડે તે કેવું? સોળ વરસની વયે યૌવનાનુભૂતિની જે મખમલી પીડા ને રંગીન મૂંઝવણ થાય એની અભિવ્યક્તિ અહીં લાઘવથી થઈ છે. ષોડશી યૌવનાની મનઃસ્થિતિ અહીં ખૂબ જ ઓછા શબ્દોમાં લાઘવથી આલેખાઈ છે.

ગુજરાતી સુંદરીની જેમ ગુજરાતી ગીત પણ પોષાક-ઘરેણાંની ઝાકઝમાળની તુલનાએ વિશેષે કરીને અંગસૌંદર્ય, ‘ફિટનેસ’ અને અદાને વિકસાવતું જાય છે. તે શરીરની સ્થૂળતાને ઘટાડતું જાય છે ને મોહક મરોડોને વધારતું જાય છે. એના પગમાં કડલાંનો ભાર નથી, ઝીણા ઝાંઝરનો ઝમકાર છે. નારીના માંસલ ભાવોની વિવિધ મુદ્રાઓને આ ગીત ઝીલી બતાવે છે. નારીનું અંગસૌંદર્ય પણ ભાવસૌંદર્યને પોષક બને એ રીતે વર્ણવાય છે. આવાં નાદમસ્ત મધુર ગીતોના કવિ વિનોદ જોશી છે. તેઓ શબ્દો થકી ભાવનકશી કરી આપે છે. ચિત્ર જીવંત તો ત્યારે બને જ્યારે એમાં ‘ઝાંઝરનું ઝીણું તોફાન’ ભળે. કવિ ‘કાચી સોપારીનો કટ્ટકો’માં આલેખે છે તે જુઓ :

{{Poem2Close}}
<poem>
<poem>
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
Line 101: Line 101:
હું મટી ગઈ મખમલી !::    (‘તું જરાક જો તો, અલી!’)  
હું મટી ગઈ મખમલી !::    (‘તું જરાક જો તો, અલી!’)  
</poem>
</poem>
{{Poem2open}}
{{Poem2Open}}
વિનોદ જોશીએ ઉપાડની પંક્તિ, ટેકની પંક્તિની કડીઓનું કલેવર અને પ્રાસયોજના બાબતે નવીન સંયોજન કરી ગીતરચના અને તેમાંની શબ્દાવલિને પણ કંઈક સંકુલ ને ક્લિષ્ટ બનાવી છે તે પણ તેમની લાક્ષણિકતા છે. ઢાળસંયોજના, નવી પદાવલિ વગેરેથી ગીતરચનામાં નવી દિશાઓ ખોલી છે એમ જરૂર કહી શકાય એમ છે.

ગીતને અનેક ઘાટે ઘડનાર કવિ વિનોદ જોશીએ સૉનેટ અને બીજા કળાને ધોરણે ઊંચાં ઠરે એવા છંદોબદ્ધ કાવ્યોય તેમણે રચ્યાં છે. ગીતમાં જ ન રહેવું, નવું પણ કરવું એવા વિચારથી તેઓ વૃત્તબદ્ધ કાવ્યરચના તરફ પણ વળ્યા છે.

Line 137: Line 137:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|previous = સંપાદક-પરિચય
|next = સર્જક-પરિચય
}}
}}