કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ખીલો મારો: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૮. ખીલો મારો
(+1) |
(No difference)
|
Revision as of 01:59, 31 May 2024
ખીલો મારો નહીં રે ખસેઃ
મરમાળી માયા છો ને હસેઃ
ખીલો મારો નહીં રે ખસે.
મન, તારા મેલી દે મનસૂબા;
ઇંદ્રિયોના અળગા છે કૂબા;
હૈયું મારું હરિમાં વસેઃ
ખીલો મારો નહીં રે ખસે.
નહીં રે જ્યાં સુરાસરની પોગ,
હરિવરે એવો દીધો યોગ;
મમતા, તું મિથ્યા કાંઉ કસે!
ખીલો મારો નહીં રે ખસે.
નથી આમાં મારી કાંઈ વડાઈ;
દુનિયાને દીધી હરિએ દુહાઈ;
ધરબ્યો શું હરિનો ચસે!
ખીલો મારો નહીં રે ખસે.
(સુરતા, પૃ. ૩૧)