કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તમે રે સોનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. તમે રે સોનું

તમે રે સોનું ને અમે રાખ,
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

રાખે ભભૂતધારી તનડું બનાવ્યું,
જીવતા બનાવ્યું એને ખાખ;
રાખે રમીને રમતલ રાજા નિહાળ્યો,
હૈડું પૂરે છે એની શાખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

રાખે રગડી ને મનની માંડ ઉજાળી,
ઝીણી ઝબૂકે લખ આંખ;
મીરાંબાઈ કહે છે રાણા, સૂર સરોદે,
આંખો બની છે પંડ પાંખ.
રાણાજી, અમને રાખે મળ્યા છે સવા લાખ.

(સુરતા, પૃ. ૫૯)