કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફીણ ઝાઝાં ને —: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૧. ફીણ ઝાઝાં ને —
(+1) |
(No difference)
|
Revision as of 02:13, 31 May 2024
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
મડદાં ઝાઝાં ને મીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
(સુરતા, પૃ. ૮૭)