કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પારિજાતની ઢગલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 10: Line 10:
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
{{gap}} પગલી પારિજાતની ઢગલી.
{{gap|5em}} પગલી પારિજાતની ઢગલી.
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો,
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો,
યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો.
યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો.
સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી.
સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી.
{{gap}} પગલી પારિજાતની ઢગલી.
{{gap|5em}} પગલી પારિજાતની ઢગલી.
૬-૧૦-૦૩
૬-૧૦-૦૩
(દૌહિત્રી નીતિ માટે)
(દૌહિત્રી નીતિ માટે)

Revision as of 02:01, 2 June 2024


૪૧. પારિજાતની ઢગલી

પગલી પારિજાતની ઢગલી!
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી!
કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી.
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો,
યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો.
સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી.
૬-૧૦-૦૩
(દૌહિત્રી નીતિ માટે)

(પાદરનાં પંખી, ૭૦)