કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/આપલે: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
ચૂસી શોષીને મેં છોડને સીંચ્યું | ચૂસી શોષીને મેં છોડને સીંચ્યું | ||
ટીપે ટીપે. | ટીપે ટીપે. | ||
મૂળ પોતાને માટે ક્યાં પીએ છે? | મૂળ પોતાને માટે ક્યાં પીએ છે? | ||
એ તો પાણીદાર બનાવે છે | એ તો પાણીદાર બનાવે છે | ||
Line 17: | Line 18: | ||
પાંદડું ફૂલને | પાંદડું ફૂલને | ||
ફૂલ ધરે છે દાણો પ્રકાશને. | ફૂલ ધરે છે દાણો પ્રકાશને. | ||
હું ખેડુ જોતરું જાત, | હું ખેડુ જોતરું જાત, | ||
સેવું ધરતીઆભને. | સેવું ધરતીઆભને. | ||
Line 29: | Line 31: | ||
એ તો રામ જાણે. | એ તો રામ જાણે. | ||
પણ એમને બેસવા થોરની વાડ છે. | પણ એમને બેસવા થોરની વાડ છે. | ||
જાતે ઊગેલાં ઝાડ છે. | જાતે ઊગેલાં ઝાડ છે. | ||
સુગરીએ ગૂંથેલા | સુગરીએ ગૂંથેલા | ||
Line 35: | Line 38: | ||
ગોવાલણીની કેડે બેઠેલી | ગોવાલણીની કેડે બેઠેલી | ||
બાળકીની આંખો ઝૂલવા લાગી. | બાળકીની આંખો ઝૂલવા લાગી. | ||
બોલવા પહેલાં ચાલવા લાગેલાં બાળકો | બોલવા પહેલાં ચાલવા લાગેલાં બાળકો | ||
ઘટામાં કોયલ શોધે. | ઘટામાં કોયલ શોધે. |
Latest revision as of 02:21, 2 June 2024
મેં દાણો લઈને
ફોતરાં પાછાં આપ્યાં ધરતીને.
આમ તો પાણીય એનું હતું
ચૂસી શોષીને મેં છોડને સીંચ્યું
ટીપે ટીપે.
મૂળ પોતાને માટે ક્યાં પીએ છે?
એ તો પાણીદાર બનાવે છે
રોપાની દાંડીને,
ડાંડી ડાળખીને,
ડાળખી પાંદડાને
પાંદડું ફૂલને
ફૂલ ધરે છે દાણો પ્રકાશને.
હું ખેડુ જોતરું જાત,
સેવું ધરતીઆભને.
એ બેઉનું સહિયારું વરદાન
વરતાય દાણે દાણે.
કણસલાને ભાણે બેઠેલું પંખી
સજીવ રાખે મારા ખેતરને,
ચાંદાના ઘાટનાં ઈંડાં મૂકે.
ઈંડાં પંખી બનીને ઊડે.
ઊડી જાય, સાંજે પાછાં ફરતાં દેખાય.
એમને મન હું છું કે કેમ
એ તો રામ જાણે.
પણ એમને બેસવા થોરની વાડ છે.
જાતે ઊગેલાં ઝાડ છે.
સુગરીએ ગૂંથેલા
ઝૂલતા માળાની હાર છે.
પોતાનું પરભવનું પારણું હોય એમ
ગોવાલણીની કેડે બેઠેલી
બાળકીની આંખો ઝૂલવા લાગી.
બોલવા પહેલાં ચાલવા લાગેલાં બાળકો
ઘટામાં કોયલ શોધે.
ન જ દેખાય પછી ચાળા પાડે,
ને ઊઘડે એમનો અવાજ.
પંખીઓ અને બાળકોના કલશોરથી
બાજરિયે ને જુવારના ડૂંડે
દાણામાં દૂધ ભરાય.
પ્રાણીને ખાવાથી કામ, પંખીને ગાવાથી.
રાતે ક્યારેક ચાંદો વાદળ ઓઢી
ઊંઘી જાય
ને તરણાંનાં પોપચાં બિડાય,
ત્યારે આખું ખેતર
સપનું બની જાય.
૨૨-૭-૧૨
(મહુવા)
(ધરાધામ, ૫૪-૫૫)