હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નખમાં વધે છે લાગણી રુંવામાં સ્થિર છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
|previous = વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
|next = હવા શરીરનું ને યાંદની લિબાસનું નામ
|next = હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ
}}
}}

Revision as of 02:22, 3 June 2024


નખમાં વધે છે લાગણી રુવાંમાં સ્થિર છે


નખમાં વધે છે લાગણી રુવાંમાં સ્થિર છે
રગરગમાં જે વહે છે એ કેવળ રુધિર છે.

ભીની બગલની ગંધથી તું પણ વધુ નથી
મારી ય પાસ માત્ર આ મારું શરીર છે.

એનું ય દુઃખ છે સ્પર્શ કશું બોલતો નથી
એનો ય રંજ છે કે ત્વચા પણ બધિર છે.

આકાર વાદળોનો છું તારા નયનને હું
તું મારી આંગળીઓને વહેતો સમીર છે.

ભૂરાશ મારા આભની તું ઓળખે નહીં
મારે ય તારી રાતે અજાણ્યાં તિમિર છે.