હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:28, 3 June 2024


ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો


ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
ફૂટપાથ ભાંગી તૂટલી એની ગલીમાં જો

એની ગલીમાં એ ન હો ત્યારે તો જોઈ લે
મેલી થયેલી ભીંત ને ફાટેલાં પોસ્ટરો

આમે ય ક્યાં ટપકતું'તું એની ગલીમાં મધ
આ તો ઊગી ગયો છે વચોવચ્ચ લીમડો

એની ગલીમાં કોને મળ્યું શું કે કંઈ મળે
બોણી કર્યા વિના જ ગયો પાછો ફેરિયો

હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ
શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો