હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
Jump to navigation
Jump to search
મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
એક પળ એ પાસપાસે ને બીજી પળ એ પણે
હમણાં અંબોડો અને હમણાં વળી એ ચોટલો
અબઘડી વાળે મને એ અબઘડી સાથે વણે
એને હું સર્વાંગે સરવો સાંભળું બસ સાંભળું
એ મને છેડે પ્રથમ પોતે પછી બહુ રણઝણે
રોજ એ છાંટે નજર આથી વધુ શું જોઈએ
દિન પ્રતિદિન હું વધુ ખીલું છું એનાં તોરણે
બંધ આંખો મલકે મલકે એનાં ખુલ્લાં નેણ પણ
મારે એ સંજીવનીથી ને જિવાડે મારણે
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા