હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
(+1) |
(No difference)
|
Revision as of 15:24, 3 June 2024
ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
એ ઊંચાં ભવાંથી ઊંચે રહ્યાં મને એક બાજુએ નાખિયો
ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ
મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો
હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત
ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો
નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને
નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો
એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો