હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી



હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી
સ્તનને અડું, સરકું, સરું આગળ સ્તનથી
આકાર મને આપ તો પાણીનો આપ
કેવી પછી નાભિ ભરું આંદોલનથી