ગ્રંથ અને ગ્રંથકાર/પીતાંબરભાઈ નરસિંહભાઈ પટેલ: Difference between revisions

Corrected Inverted Comas
(Created page with "{{SetTitle}} {{center|'''<big><big>પીતાંબરભાઈ નરસિંહભાઈ પટેલ</big></big>'''}} {{center|'''[૧૦-૮-૧૯૧૮]'''}} {{Poem2Open}} શ્રી પીતાંબરભાઈ પટેલ મહેસાણા જિલ્લાના શેલાવી ગામના વતની છે, અને એમનો જન્મ એ જ ગામમાં તા. ૧૦-૮-૧૯૧૮ના રોજ થયો હતો....")
 
(Corrected Inverted Comas)
 
Line 6: Line 6:
શ્રી પીતાંબરભાઈ પટેલ મહેસાણા જિલ્લાના શેલાવી ગામના વતની છે, અને એમનો જન્મ એ જ ગામમાં તા. ૧૦-૮-૧૯૧૮ના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ કડવા પાટીદાર છે. પિતાનું નામ નરસિંહભાઈ હીરાભાઈ પટેલ, અને માતાનું નામ લહેરીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૪૭માં શ્રી લલિતાબહેન સાથે થયાં હતાં.

પ્રાથમિક શિક્ષણ શૈલાવી અને પાકાસર ગામમાં લીધેલું અને માધ્યમિક શિક્ષણ કડીના સર્વ વિદ્યાલયમાં. ત્યાંથી ઈ. ૧૯૩૬માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટ્સમાં જોડાયેલા. ત્યાંથી ઈ. ૧૯૪૦માં મુંબઈ યુનિ.ની ઓનર્સ સાથે બી. એ.ની અને ઈ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે દ્વિતીય વર્ગમાં એમ. એ.ની પદવી મેળવી.

એમનો મુખ્ય વ્યવસાય પત્રકારિત્વનો રહ્યો છે. ઈ. ૧૯૫૬થી ત્રણ વર્ષ સુધી ઑલ ઇન્ડિયા રેડિયોને પણ એમણે પોતાની સેવાઓ આપેલી. હાલ તેઓ 'સંદેશ' દૈનિકના તંત્રીવિભાગમાં અને 'આરામ'ના સંપાદક તરીકે કાર્ય કરે છે. સામાજિક સેવાપ્રવૃત્તિમાં એમને ઉત્કટ રસ છે અને એને પરિણામે લોકસંપર્ક પણ વધ્યો છે. પંચાયતીરાજ આવતાં ગામના સરપંચ અને તાલુકા શિક્ષણ-સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવે છે. આ રીતે લોકજીવનનું પ્રતિબિંબ એમના સર્જનમાં પડે છે એમ તેએા માને છે.
એમનો મુખ્ય વ્યવસાય પત્રકારિત્વનો રહ્યો છે. ઈ. ૧૯૫૬થી ત્રણ વર્ષ સુધી ઑલ ઇન્ડિયા રેડિયોને પણ એમણે પોતાની સેવાઓ આપેલી. હાલ તેઓ ‘સંદેશ' દૈનિકના તંત્રીવિભાગમાં અને ‘આરામ'ના સંપાદક તરીકે કાર્ય કરે છે. સામાજિક સેવાપ્રવૃત્તિમાં એમને ઉત્કટ રસ છે અને એને પરિણામે લોકસંપર્ક પણ વધ્યો છે. પંચાયતીરાજ આવતાં ગામના સરપંચ અને તાલુકા શિક્ષણ-સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવે છે. આ રીતે લોકજીવનનું પ્રતિબિંબ એમના સર્જનમાં પડે છે એમ તેએા માને છે.
રમણલાલ દેસાઈ ટોલ્સ્ટોય, પર્લ બક, ટાગોર, શરદબાબુ વગેરેનાં પુસ્તકોની અને વ્યક્તિઓમાં ગાંધીજીની લોકસેવાની ભાવનાની અસર તેમના પર પ્રબળપણે પડી છે. ટૂંકી વાર્તા અને નવલકથા એ એમના પ્રિય સાહિત્યપ્રકાર છે. તેઓ માને છે કે લોકજીવનના પ્રત્યક્ષ અનુભવને મૂર્ત કરવાની એ સ્વરૂપોમાં સારી ક્ષમતા રહેલી છે. લોકજીવન એ એમનો મનગમતો

લેખનવિષય રહ્યો છે. પોતાની સાહિત્યસાધના માટે તેઓ નીવડેલી નવલકથાઓ, વાર્તાઓ અને વિવેચનનાં પુસ્તકો વિશેષ વાંચે છે. ઉપરાંત, સમાજસેવા અને પત્રકારિત્વના વ્યવસાયે પણ એમના સાહિત્યસર્જનમાં સારી સહાય કરી છે.

શાળાજીવન દરમ્યાન એમણે હસ્તલિખિત માસિક શરૂ કરેલું. વાર્તાલેખનનો રસ તો આરંભથી હતો જ. ઉચ્ચ શિક્ષણ માટે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા ત્યારે સ્વ. રામનારાયણ પાઠક તેમના ગુજરાતીના પ્રાધ્યાપક હોઈ તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનો લાભ મળ્યો. એમ. એ. માટે વિદ્યાસભામાં જોડાતાં સર્વશ્રી રસિકભાઈ પરીખ, ઉમાશંકરભાઈ જોશી અને કે. કા. શાસ્ત્રી ઉપરાંત વિદ્યાવ્યાસંગના વાતાવરણનો પણ લાભ મળ્યો-આ પ્રેરક બળોએ એમની સર્જનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી.

એમણે મુખ્યત્વે ગુજશતીમાં જ લેખનપ્રવૃત્તિ કરી છે, પણ એમની વાર્તાઓ અને નવલકથાઓ હિંદીમાં અનુવાદિત થઈ ગ્રંથસ્થ થઈ છે. લેખન દ્વારા વૈયક્તિક વિકાસ સાધવા સાથે લોકજીવનને ઉન્નત કરવાની પણ એમની પરોક્ષ ભાવના રહી છે. ઈ.૧૯૪૧-૪૨ના અરસામાં અમદાવાદમાં કોમી હુલ્લડો થતાં થોડોક સમય કૉલેજો બંધ રહી એ સમયે 'રસિયો જીવ' નામે ગ્રામજીવનની એમણે લખેલી પ્રથમ નવલકથા ઈ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલી. એ પછી તો એમણે ગુજરાતને ૧૧ નવલકથાઓ, ૧૬ જેટલા નવલિકાસંગ્રહો અને બીજાં અનેક પુસ્તક આપ્યાં છે. અત્યારે તેઓ 'આઠમો કોઠો' નામે નવલકથા લખી રહ્યા છે.
એમણે મુખ્યત્વે ગુજશતીમાં જ લેખનપ્રવૃત્તિ કરી છે, પણ એમની વાર્તાઓ અને નવલકથાઓ હિંદીમાં અનુવાદિત થઈ ગ્રંથસ્થ થઈ છે. લેખન દ્વારા વૈયક્તિક વિકાસ સાધવા સાથે લોકજીવનને ઉન્નત કરવાની પણ એમની પરોક્ષ ભાવના રહી છે. ઈ.૧૯૪૧-૪૨ના અરસામાં અમદાવાદમાં કોમી હુલ્લડો થતાં થોડોક સમય કૉલેજો બંધ રહી એ સમયે ‘રસિયો જીવ' નામે ગ્રામજીવનની એમણે લખેલી પ્રથમ નવલકથા ઈ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલી. એ પછી તો એમણે ગુજરાતને ૧૧ નવલકથાઓ, ૧૬ જેટલા નવલિકાસંગ્રહો અને બીજાં અનેક પુસ્તક આપ્યાં છે. અત્યારે તેઓ ‘આઠમો કોઠો' નામે નવલકથા લખી રહ્યા છે.
ઈ.૧૯૫૫માં જન્મભૂમિ-હેરલ્ડ ટ્રીબ્યુનલે યોજેલી ટૂંકી વાર્તાની સ્પર્ધામાં એમને પારિતોષિક મળેલું, અને મુંબઈ તેમ ગુજરાત સરકાર તરફથી એમનાં સાત પુસ્તકોને અને ભારત સરકાર દ્વારા એમનાં બે પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે. પૂર્વ આફ્રિકાની સાહિત્યસંસ્થાઓએ એમને ઈ.૧૯૬૨માં ત્યાંના પ્રવાસ માટે પણ નોંતરેલા.

શ્રી પીતાંબરભાઈ પટેલ આપણે ત્યાં નવલકથાકાર અને નવલિકાકાર તરીકે સુખ્યાત છે. શહેરી અને ગ્રામજીવનનાં ચિત્રો આલેખતી એમની કૃતિઓમાં જીવનમાંગલ્યની શુભ દૃષ્ટિનું દર્શન થાય છે. ‘ખેતરને ખોળે' એમની સૌથી વધુ સફળ કૃતિ રહી છે. એમને ધરતીપ્રેમ એમની કૃતિઓમાં પ્રતીત થાય છે, અને મોટે ભાગે ઉત્તર ગુજરાતના વાતાવરણને–ત્યાંની સોડમને તેઓ કલાત્મકતાથી પોતાની કૃતિઓમાં લઈ આવે છે. તેઓ ‘સંદેશ'માં ભજવાતાં નાટકોની નીડરપણે આલોચના કરે છે અને વર્તમાન પ્રશ્નો વિશે ૫ણ ચર્ચા કરે છે.