ગ્રંથ અને ગ્રંથકાર/મગનભાઈ પ્રભુદાસ દેસાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Corrected Inverted Comas)
 
Line 5: Line 5:
શ્રી મગનભાઈ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના રોજ એમના મોસાળ ધર્મજ મુકામે થયો હતો. તેઓ વતની નડિયાદના છે. તેમના પિતાનું નામ પ્રભુદાસ લખાભાઈ દેસાઈ અને માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન, જ્ઞાતિએ નડિયાદના દેસાઈવગાના પાટીદાર. એમનું લગ્ન બાળપણમાં શ્રી ડાહીબહેન સાથે થયું હતું.
શ્રી મગનભાઈ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના રોજ એમના મોસાળ ધર્મજ મુકામે થયો હતો. તેઓ વતની નડિયાદના છે. તેમના પિતાનું નામ પ્રભુદાસ લખાભાઈ દેસાઈ અને માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન, જ્ઞાતિએ નડિયાદના દેસાઈવગાના પાટીદાર. એમનું લગ્ન બાળપણમાં શ્રી ડાહીબહેન સાથે થયું હતું.
એમના પિતાશ્રી ધાર્મિક પ્રકૃતિના એટલે નિયમિત રીતે મંદિરે જતા. માતા પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં, અને પતિની જેમ એ પણ નિયમિત સંતરામ મંદિરે જતાં. એ મંદિર અને સાધુસંતોની અસર બાળક મગનભાઈમાં વિશેષપણે ઊતરેલી. અગિયારેક વર્ષની વચ્ચે મગનભાઈએ માતા ગુમાવ્યા અને પંદરની વયે પિતા. એ પછી એમના જીવનમાં પિતા અને ગુરુને સ્થાને કાશીકાકા (શ્રી કાશીભાઈ વકીલ) હતા. એમને પણ સાધુસમાગમ વિશેષ ગમતો. નડિયાદમાં એમણે બંધાવેલ ‘આનંદ કુટિર'માં ઊતરેલા અવધૂતબાબાની મધુર અવાજે ગવાતી રામાયણની ચોપાઈએ મગનભાઈને પ્રભાવિત કરતી. તેઓ વૈરાગ્ય તરફ ઢળતા થયા હતા અને શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ' વગેરેનાં પુસ્તકો પણ વાંચતા.
એમના પિતાશ્રી ધાર્મિક પ્રકૃતિના એટલે નિયમિત રીતે મંદિરે જતા. માતા પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં, અને પતિની જેમ એ પણ નિયમિત સંતરામ મંદિરે જતાં. એ મંદિર અને સાધુસંતોની અસર બાળક મગનભાઈમાં વિશેષપણે ઊતરેલી. અગિયારેક વર્ષની વચ્ચે મગનભાઈએ માતા ગુમાવ્યા અને પંદરની વયે પિતા. એ પછી એમના જીવનમાં પિતા અને ગુરુને સ્થાને કાશીકાકા (શ્રી કાશીભાઈ વકીલ) હતા. એમને પણ સાધુસમાગમ વિશેષ ગમતો. નડિયાદમાં એમણે બંધાવેલ ‘આનંદ કુટિર'માં ઊતરેલા અવધૂતબાબાની મધુર અવાજે ગવાતી રામાયણની ચોપાઈએ મગનભાઈને પ્રભાવિત કરતી. તેઓ વૈરાગ્ય તરફ ઢળતા થયા હતા અને શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ' વગેરેનાં પુસ્તકો પણ વાંચતા.
અભ્યાસ તરફ મગનભાઈને પહેલેથી જ ચીવટ હતી. વ્યાકરણ તરફ તો સહજ રીતે અભિરુચિ હતી. શબ્દકોશનો તો એ પહેલેથી જ ઉપયોગ કરવા લાગ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાનો મોટાભાગનો અભ્યાસ એમણે નડિયાદમાં કરેલો. ડાહ્યાભાઈ નામના બે શિક્ષકોની અસર તેમના ઉપર સારી પડી હતી, એકની શુદ્ધ ચારિત્ર્યવિષયક અને બીજાની શિક્ષણપદ્ધતિવિષયક. શાળાના હેડમાસ્તર ભગવાનદાસ કાકાનો પ્રભાવ તો સૌથી વિશેષ. હાઈસ્કૂલના શિક્ષકોમાં રાષ્ટ્રભાવના જગાડનાર મથુરભાઈ અને બીજા અનેક શિક્ષકોના એ ઋણી છે. ભણવામાં પ્રથમથી જ હોશિયાર એટલે શાળા અને હાઈસ્કૂલમાંથી જે સ્કૉલરશિપ મળતી એમાંથી જ શાળાનું ખર્ચ તો નીકળી જતું. ૧૭ મે વર્ષે (ઈ.સ. ૧૯૧૭માં) મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષામાં એમણે ત્રીજો નંબર મેળવેલો. મુંબઈની પ્રસિદ્ધ ગોકુળદાસ તેજપાલ બોડિંગમાં રહીને એમણે ઉચ્ચશિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું. પ્રિ. કૉવર્નટન અને પ્રો. સીસનની શિક્ષણપદ્ધતિનું હજીયે તેઓ સ્મરણ કરે છે. એમના સહપાઠીઓમાં ગગનવિહારી મહેતા, સી. સી. દેસાઈ વગેરે હતા. એમની કૉલેજકારકિર્દી પણ યશસ્વી હતી. ઇન્ટરની પરીક્ષામાં એમણે પ્રથમ વર્ગ પ્રાપ્ત કરેલો (૧૯૧૯). ગણિત એ એમનો પ્રિય અભ્યાસવિષય હતો. બી. એ. ની પરીક્ષા અગાઉ એમણે ગાંધીજીની હાકલથી પ્રેરાઈ કૉલેજ છોડી-પરદેશી રાજ્યની ગુલામીના પ્રતીક સમી ચીલાચાલુ કેળવણીને તિલાંજલિ આપી. રાજકારણ એ કંઈક ગંદી રમત છે એવું કૉલેજકાળ દરમ્યાન એ સમજતા, પણ એ સમય દરમ્યાન જ ગાંધીજીના સંપર્કે એમને નવી જ દૃષ્ટિ આપેલી, ધર્મસાધનાની ભાવનાથી રાજકારણમાં પડી શકાય એ વાત એમને વિચારવા જેવી લાગેલી. મુંબઈ છોડી, તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા અને ત્યાંથી ઈ.સ.૧૯૨૧માં ‘સ્નાતક' થયા. સત્યાગ્રહ પર નિબંધ લખીને વિદ્યાપીઠની સર્વોચ્ચ પદવી 'પારંગત' મેળવનાર એ પહેલા (અને કદાચ છેલ્લા) છે. એ પછી બોરસદની કિંગ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ (એ વખતે એ રાષ્ટ્રીય શાળા બની હતી)ના સંચાલનકાર્યમાં જોડાયા અને એકાદ વર્ષ પછી વળી પાછા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના ‘ફેલો' તરીકે નિમાયા. એ પછી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા (કાકાસાહેબ કાલેલકર ત્યારે એ શાળાના આચાર્ય હતા) અને 'આશ્રમ સમાચાર' પત્રના તંત્રી પણ બનેલા. ૧૯૨૮માં વિદ્યાપીઠમાં ગણિતના અધ્યાપક તરીકે અને ૧૯૩૦ની શરૂઆતમાં એના મહામાત્ર તરીકેનું કાર્ય એમણે સંભાળ્યું. વચમાં વર્ધા મહિલાશ્રમનું કામકાજ સંભાળવા પણ ગયેલા અને બેએક વર્ષ ત્યાં રહી ૧૯૩૭માં પાછા મહામાત્રપદે નિમાયેલા. ૧૯૪૨માં ‘કિવટ ઇન્ડિયા'ની લડત ઊપડતાં વિદ્યાપીઠનું કામકાજ બંધ કરવામાં આવેલું. અને મગનભાઈ પણ જેલમાં ગયેલા.
અભ્યાસ તરફ મગનભાઈને પહેલેથી જ ચીવટ હતી. વ્યાકરણ તરફ તો સહજ રીતે અભિરુચિ હતી. શબ્દકોશનો તો એ પહેલેથી જ ઉપયોગ કરવા લાગ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાનો મોટાભાગનો અભ્યાસ એમણે નડિયાદમાં કરેલો. ડાહ્યાભાઈ નામના બે શિક્ષકોની અસર તેમના ઉપર સારી પડી હતી, એકની શુદ્ધ ચારિત્ર્યવિષયક અને બીજાની શિક્ષણપદ્ધતિવિષયક. શાળાના હેડમાસ્તર ભગવાનદાસ કાકાનો પ્રભાવ તો સૌથી વિશેષ. હાઈસ્કૂલના શિક્ષકોમાં રાષ્ટ્રભાવના જગાડનાર મથુરભાઈ અને બીજા અનેક શિક્ષકોના એ ઋણી છે. ભણવામાં પ્રથમથી જ હોશિયાર એટલે શાળા અને હાઈસ્કૂલમાંથી જે સ્કૉલરશિપ મળતી એમાંથી જ શાળાનું ખર્ચ તો નીકળી જતું. ૧૭ મે વર્ષે (ઈ.સ. ૧૯૧૭માં) મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષામાં એમણે ત્રીજો નંબર મેળવેલો. મુંબઈની પ્રસિદ્ધ ગોકુળદાસ તેજપાલ બોડિંગમાં રહીને એમણે ઉચ્ચશિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું. પ્રિ. કૉવર્નટન અને પ્રો. સીસનની શિક્ષણપદ્ધતિનું હજીયે તેઓ સ્મરણ કરે છે. એમના સહપાઠીઓમાં ગગનવિહારી મહેતા, સી. સી. દેસાઈ વગેરે હતા. એમની કૉલેજકારકિર્દી પણ યશસ્વી હતી. ઇન્ટરની પરીક્ષામાં એમણે પ્રથમ વર્ગ પ્રાપ્ત કરેલો (૧૯૧૯). ગણિત એ એમનો પ્રિય અભ્યાસવિષય હતો. બી. એ. ની પરીક્ષા અગાઉ એમણે ગાંધીજીની હાકલથી પ્રેરાઈ કૉલેજ છોડી-પરદેશી રાજ્યની ગુલામીના પ્રતીક સમી ચીલાચાલુ કેળવણીને તિલાંજલિ આપી. રાજકારણ એ કંઈક ગંદી રમત છે એવું કૉલેજકાળ દરમ્યાન એ સમજતા, પણ એ સમય દરમ્યાન જ ગાંધીજીના સંપર્કે એમને નવી જ દૃષ્ટિ આપેલી, ધર્મસાધનાની ભાવનાથી રાજકારણમાં પડી શકાય એ વાત એમને વિચારવા જેવી લાગેલી. મુંબઈ છોડી, તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા અને ત્યાંથી ઈ.સ.૧૯૨૧માં ‘સ્નાતક' થયા. સત્યાગ્રહ પર નિબંધ લખીને વિદ્યાપીઠની સર્વોચ્ચ પદવી ‘પારંગત' મેળવનાર એ પહેલા (અને કદાચ છેલ્લા) છે. એ પછી બોરસદની કિંગ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ (એ વખતે એ રાષ્ટ્રીય શાળા બની હતી)ના સંચાલનકાર્યમાં જોડાયા અને એકાદ વર્ષ પછી વળી પાછા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના ‘ફેલો' તરીકે નિમાયા. એ પછી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા (કાકાસાહેબ કાલેલકર ત્યારે એ શાળાના આચાર્ય હતા) અને ‘આશ્રમ સમાચાર' પત્રના તંત્રી પણ બનેલા. ૧૯૨૮માં વિદ્યાપીઠમાં ગણિતના અધ્યાપક તરીકે અને ૧૯૩૦ની શરૂઆતમાં એના મહામાત્ર તરીકેનું કાર્ય એમણે સંભાળ્યું. વચમાં વર્ધા મહિલાશ્રમનું કામકાજ સંભાળવા પણ ગયેલા અને બેએક વર્ષ ત્યાં રહી ૧૯૩૭માં પાછા મહામાત્રપદે નિમાયેલા. ૧૯૪૨માં ‘કિવટ ઇન્ડિયા'ની લડત ઊપડતાં વિદ્યાપીઠનું કામકાજ બંધ કરવામાં આવેલું. અને મગનભાઈ પણ જેલમાં ગયેલા.
૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયા પછી વિદ્યાપીઠ માટે નવા કાર્યનો યુગ આરંભાયો-રાષ્ટ્રીય કેળવણીનો સ્વતંત્ર પ્રયોગ ચાલુ રહ્યો. રાષ્ટ્રીય કેળવણીની પુનર્ઘટનાના પ્રશ્નોમાં એમણે ઉત્કટ રસ લીધો છે. ૧૯૪૬માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સ્કૂલબોર્ડના એ ચેરમેન થયા અને ૧૯૫૩માં સિદ્ધાન્ત ખાતર એ પદેથી એમણે રાજીનામું આપ્યું. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી માધ્યમને બદલે ક્રમેક્રમે બધી વિદ્યાશાખાઓમાં ગુજરાતી માધ્યમ અપનાવવાનો ગુજરાત યુનિવર્સિટીનો સંકલ્પ આ સમય દરમ્યાન અમલમાં આવ્યો. એ પદેથી પણ એમણે રાજીનામું આપેલું. એમના બે ગુણો-મક્કમપણું અને અણનમતા- સેનેટ-સિન્ડિકેટની બેઠકોમાં, હજી પણ જોવા મળે છે. સામાના મુદ્દાનો ઉત્તર આપવામાં અને પોતાના મુદ્દાને રજૂ કરવામાં એમને સારી ફાવટ છે.
૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયા પછી વિદ્યાપીઠ માટે નવા કાર્યનો યુગ આરંભાયો-રાષ્ટ્રીય કેળવણીનો સ્વતંત્ર પ્રયોગ ચાલુ રહ્યો. રાષ્ટ્રીય કેળવણીની પુનર્ઘટનાના પ્રશ્નોમાં એમણે ઉત્કટ રસ લીધો છે. ૧૯૪૬માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સ્કૂલબોર્ડના એ ચેરમેન થયા અને ૧૯૫૩માં સિદ્ધાન્ત ખાતર એ પદેથી એમણે રાજીનામું આપ્યું. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી માધ્યમને બદલે ક્રમેક્રમે બધી વિદ્યાશાખાઓમાં ગુજરાતી માધ્યમ અપનાવવાનો ગુજરાત યુનિવર્સિટીનો સંકલ્પ આ સમય દરમ્યાન અમલમાં આવ્યો. એ પદેથી પણ એમણે રાજીનામું આપેલું. એમના બે ગુણો-મક્કમપણું અને અણનમતા- સેનેટ-સિન્ડિકેટની બેઠકોમાં, હજી પણ જોવા મળે છે. સામાના મુદ્દાનો ઉત્તર આપવામાં અને પોતાના મુદ્દાને રજૂ કરવામાં એમને સારી ફાવટ છે.
૧૯૩૮થી તેઓ ‘શિક્ષણ અને સાહિત્ય’નું સંપાદન કરતા અને એ પછી 'હરિજન' પત્રોના તંત્રીનું કામ પણ એમના હાથમાં લગભગ ચારેક વર્ષ રહેલું. નવજીવન ટ્રસ્ટમાં જોડાયા પછી એ પ્રકાશનસંસ્થાની ખિલવણીમાં પણ એમનો મહત્ત્વનો હિસ્સો છે. ૧૯૫૬માં ગુજરાતી સાહિત્ય સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સરકારનિયુક્ત સભ્ય તરીકે, સંઘની સરકારી ભાષા અંગે તપાસ કરવા રાષ્ટ્રપતિએ નીમેલા કમિશનના એક પ્રતિનિધિ તરીકે અને આશરે ત્રણ ડઝન જેટલી વિવિધ કમિટીઓના સભ્ય તરીકે મગનભાઈએ: પોતાની સેવાઓ આપી છે. અત્યારે તેઓ 'સત્યાગ્રહ' સાપ્તાહિક ચલાવે
૧૯૩૮થી તેઓ ‘શિક્ષણ અને સાહિત્ય’નું સંપાદન કરતા અને એ પછી ‘હરિજન' પત્રોના તંત્રીનું કામ પણ એમના હાથમાં લગભગ ચારેક વર્ષ રહેલું. નવજીવન ટ્રસ્ટમાં જોડાયા પછી એ પ્રકાશનસંસ્થાની ખિલવણીમાં પણ એમનો મહત્ત્વનો હિસ્સો છે. ૧૯૫૬માં ગુજરાતી સાહિત્ય સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સરકારનિયુક્ત સભ્ય તરીકે, સંઘની સરકારી ભાષા અંગે તપાસ કરવા રાષ્ટ્રપતિએ નીમેલા કમિશનના એક પ્રતિનિધિ તરીકે અને આશરે ત્રણ ડઝન જેટલી વિવિધ કમિટીઓના સભ્ય તરીકે મગનભાઈએ: પોતાની સેવાઓ આપી છે. અત્યારે તેઓ ‘સત્યાગ્રહ' સાપ્તાહિક ચલાવે
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>૨૬. હિંદીપ્રચાર અને બંધારણ : નિબંધ; પ્ર. સાલ ૧૯૫૭.  
<poem>૨૬. હિંદીપ્રચાર અને બંધારણ : નિબંધ; પ્ર. સાલ ૧૯૫૭.  
Line 15: Line 15:
૩૦. માંડૂક્યોપનિષદ (વિવેચન સહિત) : અનુવાદ; પ્ર. સાલ ૧૯૫૯.
૩૦. માંડૂક્યોપનિષદ (વિવેચન સહિત) : અનુવાદ; પ્ર. સાલ ૧૯૫૯.
૩૧. વિવેકાંજલિ : વિવેચન-પુસ્તક-પરિચય.
૩૧. વિવેકાંજલિ : વિવેચન-પુસ્તક-પરિચય.
૩૨. નવી યુનિવર્સિટીઓ : નિબંધ ('પરિવાર પ્રકાશન'); પ્ર. સાલ ૧૯૬૪. સર્વના પ્રકાશક: નવજીવન કાર્યાલય, અમદાવાદ.
૩૨. નવી યુનિવર્સિટીઓ : નિબંધ (‘પરિવાર પ્રકાશન'); પ્ર. સાલ ૧૯૬૪. સર્વના પ્રકાશક: નવજીવન કાર્યાલય, અમદાવાદ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. કેળવણીકારનું પોત અને પ્રતિભા (શ્રી મગનભાઈ દેસાઈ અભિનંદન-ગ્રંથ (નવજીવન), ૧૯૫૯.
૧. કેળવણીકારનું પોત અને પ્રતિભા (શ્રી મગનભાઈ દેસાઈ અભિનંદન-ગ્રંથ (નવજીવન), ૧૯૫૯.
૨. 'નળાખ્યાન' માટે 'નિરીક્ષા' (ઉમાશંકર જોશી)
૨. ‘નળાખ્યાન' માટે ‘નિરીક્ષા' (ઉમાશંકર જોશી)
૩. ‘સુદામાચરિત' માટે 'પરબ', ૧૯૬૩, પત્રિકા-૨.
૩. ‘સુદામાચરિત' માટે 'પરબ', ૧૯૬૩, પત્રિકા-૨.
૪. ‘કુંવરબાઈનું મામેરું’ માટે 'બુદ્ધિપ્રકાશ', માર્ચ ૧૯૬૫.
૪. ‘કુંવરબાઈનું મામેરું’ માટે 'બુદ્ધિપ્રકાશ', માર્ચ ૧૯૬૫.
</poem>
</poem>

Latest revision as of 01:45, 14 June 2024

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

[૧૧-૧૦-૧૮૯૯]

શ્રી મગનભાઈ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના રોજ એમના મોસાળ ધર્મજ મુકામે થયો હતો. તેઓ વતની નડિયાદના છે. તેમના પિતાનું નામ પ્રભુદાસ લખાભાઈ દેસાઈ અને માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન, જ્ઞાતિએ નડિયાદના દેસાઈવગાના પાટીદાર. એમનું લગ્ન બાળપણમાં શ્રી ડાહીબહેન સાથે થયું હતું. એમના પિતાશ્રી ધાર્મિક પ્રકૃતિના એટલે નિયમિત રીતે મંદિરે જતા. માતા પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં, અને પતિની જેમ એ પણ નિયમિત સંતરામ મંદિરે જતાં. એ મંદિર અને સાધુસંતોની અસર બાળક મગનભાઈમાં વિશેષપણે ઊતરેલી. અગિયારેક વર્ષની વચ્ચે મગનભાઈએ માતા ગુમાવ્યા અને પંદરની વયે પિતા. એ પછી એમના જીવનમાં પિતા અને ગુરુને સ્થાને કાશીકાકા (શ્રી કાશીભાઈ વકીલ) હતા. એમને પણ સાધુસમાગમ વિશેષ ગમતો. નડિયાદમાં એમણે બંધાવેલ ‘આનંદ કુટિર'માં ઊતરેલા અવધૂતબાબાની મધુર અવાજે ગવાતી રામાયણની ચોપાઈએ મગનભાઈને પ્રભાવિત કરતી. તેઓ વૈરાગ્ય તરફ ઢળતા થયા હતા અને શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ' વગેરેનાં પુસ્તકો પણ વાંચતા. અભ્યાસ તરફ મગનભાઈને પહેલેથી જ ચીવટ હતી. વ્યાકરણ તરફ તો સહજ રીતે અભિરુચિ હતી. શબ્દકોશનો તો એ પહેલેથી જ ઉપયોગ કરવા લાગ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાનો મોટાભાગનો અભ્યાસ એમણે નડિયાદમાં કરેલો. ડાહ્યાભાઈ નામના બે શિક્ષકોની અસર તેમના ઉપર સારી પડી હતી, એકની શુદ્ધ ચારિત્ર્યવિષયક અને બીજાની શિક્ષણપદ્ધતિવિષયક. શાળાના હેડમાસ્તર ભગવાનદાસ કાકાનો પ્રભાવ તો સૌથી વિશેષ. હાઈસ્કૂલના શિક્ષકોમાં રાષ્ટ્રભાવના જગાડનાર મથુરભાઈ અને બીજા અનેક શિક્ષકોના એ ઋણી છે. ભણવામાં પ્રથમથી જ હોશિયાર એટલે શાળા અને હાઈસ્કૂલમાંથી જે સ્કૉલરશિપ મળતી એમાંથી જ શાળાનું ખર્ચ તો નીકળી જતું. ૧૭ મે વર્ષે (ઈ.સ. ૧૯૧૭માં) મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષામાં એમણે ત્રીજો નંબર મેળવેલો. મુંબઈની પ્રસિદ્ધ ગોકુળદાસ તેજપાલ બોડિંગમાં રહીને એમણે ઉચ્ચશિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું. પ્રિ. કૉવર્નટન અને પ્રો. સીસનની શિક્ષણપદ્ધતિનું હજીયે તેઓ સ્મરણ કરે છે. એમના સહપાઠીઓમાં ગગનવિહારી મહેતા, સી. સી. દેસાઈ વગેરે હતા. એમની કૉલેજકારકિર્દી પણ યશસ્વી હતી. ઇન્ટરની પરીક્ષામાં એમણે પ્રથમ વર્ગ પ્રાપ્ત કરેલો (૧૯૧૯). ગણિત એ એમનો પ્રિય અભ્યાસવિષય હતો. બી. એ. ની પરીક્ષા અગાઉ એમણે ગાંધીજીની હાકલથી પ્રેરાઈ કૉલેજ છોડી-પરદેશી રાજ્યની ગુલામીના પ્રતીક સમી ચીલાચાલુ કેળવણીને તિલાંજલિ આપી. રાજકારણ એ કંઈક ગંદી રમત છે એવું કૉલેજકાળ દરમ્યાન એ સમજતા, પણ એ સમય દરમ્યાન જ ગાંધીજીના સંપર્કે એમને નવી જ દૃષ્ટિ આપેલી, ધર્મસાધનાની ભાવનાથી રાજકારણમાં પડી શકાય એ વાત એમને વિચારવા જેવી લાગેલી. મુંબઈ છોડી, તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા અને ત્યાંથી ઈ.સ.૧૯૨૧માં ‘સ્નાતક' થયા. સત્યાગ્રહ પર નિબંધ લખીને વિદ્યાપીઠની સર્વોચ્ચ પદવી ‘પારંગત' મેળવનાર એ પહેલા (અને કદાચ છેલ્લા) છે. એ પછી બોરસદની કિંગ એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ (એ વખતે એ રાષ્ટ્રીય શાળા બની હતી)ના સંચાલનકાર્યમાં જોડાયા અને એકાદ વર્ષ પછી વળી પાછા ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના ‘ફેલો' તરીકે નિમાયા. એ પછી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા (કાકાસાહેબ કાલેલકર ત્યારે એ શાળાના આચાર્ય હતા) અને ‘આશ્રમ સમાચાર' પત્રના તંત્રી પણ બનેલા. ૧૯૨૮માં વિદ્યાપીઠમાં ગણિતના અધ્યાપક તરીકે અને ૧૯૩૦ની શરૂઆતમાં એના મહામાત્ર તરીકેનું કાર્ય એમણે સંભાળ્યું. વચમાં વર્ધા મહિલાશ્રમનું કામકાજ સંભાળવા પણ ગયેલા અને બેએક વર્ષ ત્યાં રહી ૧૯૩૭માં પાછા મહામાત્રપદે નિમાયેલા. ૧૯૪૨માં ‘કિવટ ઇન્ડિયા'ની લડત ઊપડતાં વિદ્યાપીઠનું કામકાજ બંધ કરવામાં આવેલું. અને મગનભાઈ પણ જેલમાં ગયેલા. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયા પછી વિદ્યાપીઠ માટે નવા કાર્યનો યુગ આરંભાયો-રાષ્ટ્રીય કેળવણીનો સ્વતંત્ર પ્રયોગ ચાલુ રહ્યો. રાષ્ટ્રીય કેળવણીની પુનર્ઘટનાના પ્રશ્નોમાં એમણે ઉત્કટ રસ લીધો છે. ૧૯૪૬માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સ્કૂલબોર્ડના એ ચેરમેન થયા અને ૧૯૫૩માં સિદ્ધાન્ત ખાતર એ પદેથી એમણે રાજીનામું આપ્યું. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી માધ્યમને બદલે ક્રમેક્રમે બધી વિદ્યાશાખાઓમાં ગુજરાતી માધ્યમ અપનાવવાનો ગુજરાત યુનિવર્સિટીનો સંકલ્પ આ સમય દરમ્યાન અમલમાં આવ્યો. એ પદેથી પણ એમણે રાજીનામું આપેલું. એમના બે ગુણો-મક્કમપણું અને અણનમતા- સેનેટ-સિન્ડિકેટની બેઠકોમાં, હજી પણ જોવા મળે છે. સામાના મુદ્દાનો ઉત્તર આપવામાં અને પોતાના મુદ્દાને રજૂ કરવામાં એમને સારી ફાવટ છે. ૧૯૩૮થી તેઓ ‘શિક્ષણ અને સાહિત્ય’નું સંપાદન કરતા અને એ પછી ‘હરિજન' પત્રોના તંત્રીનું કામ પણ એમના હાથમાં લગભગ ચારેક વર્ષ રહેલું. નવજીવન ટ્રસ્ટમાં જોડાયા પછી એ પ્રકાશનસંસ્થાની ખિલવણીમાં પણ એમનો મહત્ત્વનો હિસ્સો છે. ૧૯૫૬માં ગુજરાતી સાહિત્ય સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સરકારનિયુક્ત સભ્ય તરીકે, સંઘની સરકારી ભાષા અંગે તપાસ કરવા રાષ્ટ્રપતિએ નીમેલા કમિશનના એક પ્રતિનિધિ તરીકે અને આશરે ત્રણ ડઝન જેટલી વિવિધ કમિટીઓના સભ્ય તરીકે મગનભાઈએ: પોતાની સેવાઓ આપી છે. અત્યારે તેઓ ‘સત્યાગ્રહ' સાપ્તાહિક ચલાવે

૨૬. હિંદીપ્રચાર અને બંધારણ : નિબંધ; પ્ર. સાલ ૧૯૫૭.
૨૭. ઈસપ અને તેની વાતો (ભા. ૧થી ૪) : પ્રૌઢ શિક્ષણ પ્ર.સાલ ૧૯૫૭.
૨૮. જંગલમાં મંગળ (‘રોબિન્સન ક્રૂઝો'ની વાત) : વાર્તા; પ્ર. સાલ ૧૯૫૮.
૨૯. નિવાપાંજલિ : વિવિધ વ્યક્તિઓના અવસાન પ્રસંગે લખેલી નોંધો; પ્ર. સાલ ૧૯૫૯.
૩૦. માંડૂક્યોપનિષદ (વિવેચન સહિત) : અનુવાદ; પ્ર. સાલ ૧૯૫૯.
૩૧. વિવેકાંજલિ : વિવેચન-પુસ્તક-પરિચય.
૩૨. નવી યુનિવર્સિટીઓ : નિબંધ (‘પરિવાર પ્રકાશન'); પ્ર. સાલ ૧૯૬૪. સર્વના પ્રકાશક: નવજીવન કાર્યાલય, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
૧. કેળવણીકારનું પોત અને પ્રતિભા (શ્રી મગનભાઈ દેસાઈ અભિનંદન-ગ્રંથ (નવજીવન), ૧૯૫૯.
૨. ‘નળાખ્યાન' માટે ‘નિરીક્ષા' (ઉમાશંકર જોશી)
૩. ‘સુદામાચરિત' માટે 'પરબ', ૧૯૬૩, પત્રિકા-૨.
૪. ‘કુંવરબાઈનું મામેરું’ માટે 'બુદ્ધિપ્રકાશ', માર્ચ ૧૯૬૫.

સરનામું : નવજીવન બ્લોક્સ, અમદાવાદ-૧૩.