અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મંગલ મન્દિર ખોલો| નરસિંહરાવ દિવેટિયા}} | |||
<poem> | <poem> | ||
મંગલ મન્દિર ખોલો, | મંગલ મન્દિર ખોલો, |
Revision as of 16:58, 8 July 2021
મંગલ મન્દિર ખોલો
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય!
મંગલ મન્દિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)