હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:20, 29 June 2024



નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને.

લાલ બત્તીમાં મને ઓન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને.

મારા અવશેષ ફરી કચરામાં વાળે દિવસે
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને.

મારો ઉલ્લેખ થતા એનું હસીને થુંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને.

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળ કૂવામાં એ તરાવે છે મને.