હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Revision as of 09:21, 29 June 2024
ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું
રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું.
કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો
ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું.
છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં
હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું.
અધર પર આવીને અટક્યું એ નામમાં હું નથી
અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું.
ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં
તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું.