હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું  '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:21, 29 June 2024



ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું
રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું.

કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો
ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું.

છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં
હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું.

અધર પર આવીને અટક્યું એ નામમાં હું નથી
અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું.

ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં
તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું.