હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મૃગજળ કે ઝાંઝવાં કે હરણિયું બની જઈશ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Revision as of 09:23, 29 June 2024
મૃગજળ કે ઝાંઝવા કે હરણિયું બની જઈશ
હમણાં વહી રહ્યો છું હું હમણાં વહી જઈશ.
પડઘામાં કોતરી લે પછી ક્યાંય નહીં મળું
હું તો અવાજ છું કે પલકમાં શમી જઈશ.
છું સ્થિર અંધકાર પ્રતિબિમ્બ જોઈ લે
કિરણો સૂરજનાં પડશે ને હું ખળભળી જઈશ.
આકાશ, ફૂલ, મેઘધનુ કે પતંગિયું
હું તારા રંગ લઈને તો કંઈ પણ બની જઈશ.
ટપકું કે રેખા કે કોઈ અક્ષર બનીને આવ
કાગળનો કોરો ટુકડો છું હમણાં ઊડી જઈશ.