હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:26, 29 June 2024



હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ
ન કોઈ યાદમાં સચવાયલી સુવાસનું નામ.

તને ય તારી કોઈ વાત હું કહી ન શકું
ન કોઈ સ્પર્શનું શિર્ષક ન કોઈ શ્વાસનું નામ.

ફકત ભીનાશ પ્રસરતી જતી ભીનાશ ફકત
ન કોઈ ધારની ઓળખ ન કોઈ ચાસનું નામ.

તિમિર અજાણ સ્થગિત રોમ રોમ ચુપકીદી
વરસતા વાતાવરણમાં તરલ ઉજાસનું નામ.

ક્ષિતિજ પાર કોઈ દૃશ્ય ખૂલતું કે નહીં
ઊઘડતું ખૂલતું આંખોમાં આસપાસનું નામ.