હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ગઝલ<br>પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:33, 29 June 2024



પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના

ચકામાં રગરગે રાતાં ઊડે છે એ ભલે દેખાડી ના શકીએ
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના

અમે કેમેય અંધારું અમારું કાળું તો રહેવા જ નહિ દઈએ
અમારા ચાંદ સૂરજ છો તમે ઠારો અમે દીવો તો કરવાના

અમારા ઢાળ પરથી અમને જો ગબડાવી દેશો વારવારંવાર
અમે એ ઢાળ જોજોને તમે કે વારવારંવાર ચડવાના

તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના

(છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)