હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખળખળાવીને મને મારું વહન અટવાવી દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ખળખળાવીને મને મારું વહન અટવાવી દે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 14:54, 29 June 2024



ખળખળાવીને મને મારું વહન અટવાવી દે
લે મને ક્યારેક ખોબામાં કદી છલકાવી દે.

જિન્દગીભર એક એનો ચહેરો સાચવવા મથું
એ તો દર્પણમાંથી મારાં બિમ્બ પણ સરકાવી દે.

હું તો મારા શબ્દ ક્યારે પણ ન ગુંજાવી શકું
એ મને સ્પર્શે ને મારું મૌન પણ રણકાવી દે.

એને વર્ષોમાં વિતાવું તો ય એ વીતે નહીં
હસતાં હસતાં એ મને તો સહેજમાં પલકાવી દે.

એ મને એની હવામાં ગૂંચવી નાખે પ્રથમ
ને પછી એની જ સૌરભમાં મને સમજાવી દે.