હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 14:58, 29 June 2024



કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે
ડૂબવાનું ક્યાં હતું મારું કદી દરિયા વિષે.

બિમ્બ પણ મારું ન ઝિલાયું કોઈની આંખમાં
ચાંદ પણ મારો ઊગ્યો સુકાયલા કૂવા વિષે.

કોઈની આંખો સમાવે સીમ આખી આવરે
મારું હોવું દૂર વગડામાં કશે ખાડા વિષે.

કોઈની આંખે મને ના સાંભળ્યાની ચુપકીદી
હું ય ના કહેવાયેલા શબ્દોના સન્નાટા વિષે.

હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે.