હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જોયો હતો કદી મને ફરફરતો પાન શો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''જોયો હતો કદી મને ફરફરતો પાન શો '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:00, 29 June 2024



જોયો હતો કદી મને ફરફરતો પાન શો
ઊખડી પડેલા વૃક્ષનાં મૂળિયાંમાં પણ જુઓ.

અડધી દટાયેલી તટે કાદવમાં માછલી
રૂપેરી સળવળાટમાં સરતો મને સ્મરો.

ખાબોચિયામાં ભરાયલા રસ્તામાં ઠેર ઠેર
ભીંજાવતો હતો કદી પાનીથી પીંડીઓ.

ખખડી ગયેલી બારીના સળિયા કટાયલા
કાચા કિરણમાં કેવો ઊઘડતો હતો કૂણો.

ટુકડા તૂટેલી ઇંટના મટિયાળા ધૂળ પર
ભુક્કો ય કંઈ ન સાથ વિતેલી પળો સમો.