હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કહી કહીને અમે તમને એટલું કહીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''કહી કહીને અમે તમને એટલું કહીએ '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Revision as of 15:06, 29 June 2024



કહી કહીને અમે તમને એટલું કહીએ
અમે તો શ્વેતમાં ભળતા ધવલ સમું કહીએ.

ભૂલા પડેલા અમે મૌનદેશના વાસી
કહ્યા કરો તમે કહેવા કશું તો શું કહીએ.

અમે અમારી હવાની જ બોલીએ ભાષા
અમારા શ્વાસ ભરો તો ઘણું ઘણું કહીએ.

ઊઘડતી બોલી નયનની નજરના ખૂલતા બોલ
જુઓ જરા તો જુઓ કેટલું બધું કહીએ.

અમે તમારા શબદલોકમાં રહ્યા ન રહ્યા
અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ.