હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:06, 29 June 2024



આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
ન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.

મને રણ મળ્યું તમારું ન મળ્યાં તમારાં વાદળ
ન શીતળ અડ્યા ત્વચાને હવે હાડોહાડ બળજો.

ન વહી હવામાં આવ્યા ન પવનમાં વીંટળાયા
હું ઊગીશ ઘાસ થઈને તમે ડાળ ડાળ લળજો.

કદી સહુ વળાંક પરથી હું વળ્યો તમારી બાજુ
હવે સ્થિર ગલી ગલી છું તમે મારી બાજુ વળજો.

ન વહનમાં સાંભળ્યો કે ન મને નીરવમાં કાંઠે
હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો.