હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:17, 29 June 2024



કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે
એ બોલે તો એની સાથે આખ્ખી ક્યારી બોલે

હમણાં આંખો ઝીલે ઝીલે હમણાં રૂંવેરૂંવું
હમણાં સરવર હમણાં એ ઝરમરની બાની બોલે

એનું બોલ્યું સઘળું માની લેવાને મન તત્પર
વૈશાખી બપ્પોરે બિલકુલ એ વરસાદી બોલે

એક વેળા એ બોલે તો બસ બીજું શું સાંભળવું
બસ એવું રગરગમાં ધબકે તો એ અબ્બી બોલે

જોકે એની ભાષા ફોરમ એની બોલી રંગો
મારી સાથે બોલે ત્યારે એ ગુજરાતી બોલે