હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:30, 29 June 2024



કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે
એ જેમ ચાહે મને એમ માલામાલ કરે *

એ વાવાઝોડું ફૂંકે તોય કંઈ કહી ન શકું
હું પાંદડું ય હલાવું તો એ સવાલ કરે

વહન છું હું અને એ ક્યાંક ઢાળ ક્યાંક ઉતાર
કદી એ ખુશ કરે ક્યારેક ખુશખુશાલ કરે

શિખરથી જોઉં નદીના વળાંકમાં એને
શિખરની આડમાં મારો એ પણ ખયાલ કરે

બધે જ બધબધે એ ધોધમાર વરસે છે
જરાક જેટલી ભીનાશ જેની ન્યાલ કરે

* સૂચિત