હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ | એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ | ||
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી. | અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી. | ||
'''છંદવિધાન''' | |||
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:43, 7 July 2024
જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી
ભૂલી ગયા છે મને એ કોઈ જગાએ મૂકી.
ફરી હું એના સુગંધી વળાંકથી નીકળું
પલકમાં વેરવિખેરે મને હવાઓ ફરી.
કદી એ તડથી કિરણરંગ તાર તાર ઝગે
હવામાં એને હું દેખાઉ રજકણોમાં કદી.
ફરી વળે એ હવારૂપ રોમરોમ વચે
સતત લીધા જ કરું બસ હું એક શ્વાસ ફરી.
એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.
છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા