હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું | હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું | ||
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે. | મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:45, 7 July 2024
કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે
ડૂબવાનું ક્યાં હતું મારું કદી દરિયા વિષે.
બિમ્બ પણ મારું ન ઝિલાયું કોઈની આંખમાં
ચાંદ પણ મારો ઊગ્યો સુકાયલા કૂવા વિષે.
કોઈની આંખો સમાવે સીમ આખી આવરે
મારું હોવું દૂર વગડામાં કશે ખાડા વિષે.
કોઈની આંખે મને ના સાંભળ્યાની ચુપકીદી
હું ય ના કહેવાયેલા શબ્દોના સન્નાટા વિષે.
હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે.
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા