હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ  
હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ  
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો
'''છંદવિધાન'''
લલગાલગા લગાલગા લલગાલગા લગાલગા
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 08:18, 7 July 2024



કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

છંદવિધાન
લલગાલગા લગાલગા લલગાલગા લગાલગા