હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે | ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે | ||
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું | હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||
Revision as of 09:07, 7 July 2024
ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું
સાથ તો હોય છે એનો હવે આકાશની જેમ
ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું
પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં
છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું
નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ
ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા