હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે | કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Revision as of 09:16, 7 July 2024
ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે
અટકળે માની લે જાણી લે મને તું આશરે
સરતાં વાદળનો હું છાંયો હમણાં છું હમણાં નથી
એક પળ બસ હોઉં હું પાંપણ ઉપર કે ઝાંખરે
ભાંગતા અંધારમાં સૂક્કાં પરણ બળવાની ગંધ
અબઘડી લે શ્વાસમાં હું અબઘડી છું વાયરે
એ જ પળ બસ એ જ પળ જળબુંદ થઈને આવજે
જ્યારે ભીંજાવું લખાયું હોય મારા કાંકરે
લીલછાયા કાંગરાની બીજી બાજુ ખીણ છે
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા