અર્વાચીન કવિતા/(૨) નર્મદરીતિના કવિતાલેખકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 43: Line 43:
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદની રીતિએ કાવ્ય લખનારાઓની સંખ્યા દલપતને મુકાબલે બહુ થોડી છે. વળી, નર્મદની કવિતાનો વિચાર કરતાં જોયું તેમ, નર્મદની રીતિ એ દલપતરીતિથી કોઈ ગુણભેદને લીધે નહિ, પણ તેનાં અણઘડતા અને આવેશમાંથી જન્મતા લાક્ષણિક દોષભેદને લીધે જ કંઈક ભિન્નતા ધારણ કરે છે. નર્મદની કાવ્યભાવના દલપતથી ભિન્ન હતી, ઊંચી પણ હતી, પણ તે પોતે જ તેને સફળ રીતે કાવ્યમાં સિદ્ધ કરી શક્યો નથી; એટલે એ સિદ્ધિનું અનુસરણ થવું કે તે શૈલી વિકસવી એ અપ્રસ્તુત બની રહે છે. એ રીતે નર્મદના અનુયાયી એટલે નર્મદના લાક્ષણિક દોષોના, તેના આવેશભર્યા માનસના, તથા અણઘડ કાવ્યરચનાના અનુયાયી, એવી સ્થિતિ થઈ રહે છે. આવા લેખકો કવિના વ્યક્તિત્વની અસર હેઠળ પણ આવેલા છે અને એ પ્રભાવક વ્યક્તિત્વને લીધે પણ તેની રીતની કવિતા લખવા લાગેલા છે.
નર્મદની રીતિએ કાવ્ય લખનારાઓની સંખ્યા દલપતને મુકાબલે બહુ થોડી છે. વળી, નર્મદની કવિતાનો વિચાર કરતાં જોયું તેમ, નર્મદની રીતિ એ દલપતરીતિથી કોઈ ગુણભેદને લીધે નહિ, પણ તેનાં અણઘડતા અને આવેશમાંથી જન્મતા લાક્ષણિક દોષભેદને લીધે જ કંઈક ભિન્નતા ધારણ કરે છે. નર્મદની કાવ્યભાવના દલપતથી ભિન્ન હતી, ઊંચી પણ હતી, પણ તે પોતે જ તેને સફળ રીતે કાવ્યમાં સિદ્ધ કરી શક્યો નથી; એટલે એ સિદ્ધિનું અનુસરણ થવું કે તે શૈલી વિકસવી એ અપ્રસ્તુત બની રહે છે. એ રીતે નર્મદના અનુયાયી એટલે નર્મદના લાક્ષણિક દોષોના, તેના આવેશભર્યા માનસના, તથા અણઘડ કાવ્યરચનાના અનુયાયી, એવી સ્થિતિ થઈ રહે છે. આવા લેખકો કવિના વ્યક્તિત્વની અસર હેઠળ પણ આવેલા છે અને એ પ્રભાવક વ્યક્તિત્વને લીધે પણ તેની રીતની કવિતા લખવા લાગેલા છે.
નર્મદરીતિના નાનામોટા બધા લેખકો દસેક જેટલા થાય છે, જેમાં બે-ચારમાં કંઈક વિશેષ વ્યક્તિત્વ દેખાય છે. નર્મદરીતિના પહેલા કવિ મધુવછરામ બળવછરામ છે. તેમણે ઠેઠ ૧૯૧૫ સુધી કાવ્યો લખ્યાં છે. એમને વિશે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નર્મદની રીતિથી જ અટકી ન જતાં ગુજરાતી કવિતાના વિકાસ સાથે તેમણે પોતે પણ વિકાસ સાધ્યો છે. ‘મધુર કાવ્ય’ના બે ભાગ (૧૮૬૭-૬૮)માં નર્મદની રીતિનાં કાવ્યો છે. આનો પહેલો ભાગ નર્મદને અર્પણ થયો છે. નર્મદની પેઠે આ કવિમાં પણ શબ્દવિવેક બહુ દેખાતો નથી. ‘મૂઓ મૂઓ ઉગારો રે દેવ દેવ દયાળુ’ જેવી પંક્તિથી તે પ્રાર્થના કરે છે. ભરતખંડની દુર્દશા પર કવિએ વિલાપ કર્યો છે. નર્મદની રીતે નિખાલસપણે કવિએ લખ્યું છે. પ્રેમ અને શૃંગાર ગાયાં છે. પ્રેમને તે કહે છે :
નર્મદરીતિના નાનામોટા બધા લેખકો દસેક જેટલા થાય છે, જેમાં બે-ચારમાં કંઈક વિશેષ વ્યક્તિત્વ દેખાય છે. નર્મદરીતિના પહેલા કવિ '''મધુવછરામ બળવછરામ''' છે. તેમણે ઠેઠ ૧૯૧૫ સુધી કાવ્યો લખ્યાં છે. એમને વિશે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નર્મદની રીતિથી જ અટકી ન જતાં ગુજરાતી કવિતાના વિકાસ સાથે તેમણે પોતે પણ વિકાસ સાધ્યો છે. ‘મધુર કાવ્ય’ના બે ભાગ (૧૮૬૭-૬૮)માં નર્મદની રીતિનાં કાવ્યો છે. આનો પહેલો ભાગ નર્મદને અર્પણ થયો છે. નર્મદની પેઠે આ કવિમાં પણ શબ્દવિવેક બહુ દેખાતો નથી. ‘મૂઓ મૂઓ ઉગારો રે દેવ દેવ દયાળુ’ જેવી પંક્તિથી તે પ્રાર્થના કરે છે. ભરતખંડની દુર્દશા પર કવિએ વિલાપ કર્યો છે. નર્મદની રીતે નિખાલસપણે કવિએ લખ્યું છે. પ્રેમ અને શૃંગાર ગાયાં છે. પ્રેમને તે કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રેમ પરમેશ્વરા, શ્રેષ્ઠ પ્રાણેશ્વરા તું ધરા સર્વમાંહિ બિરાજે.</poem>}}
{{Block center|<poem>પ્રેમ પરમેશ્વરા, શ્રેષ્ઠ પ્રાણેશ્વરા તું ધરા સર્વમાંહિ બિરાજે.</poem>}}
Line 70: Line 70:
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૧૫માં લેખકે ટૉડના રાજસ્થાનમાંથી ચંદાજીની એક ઘટનાને ‘શ્રી ચંદાખ્યાન’ નામે ૧૩ અધ્યાયમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે ગૂંથી છે. પ્રસ્તાવનામાં લેખક ન્હાનાલાલની ઢબે ગદ્ય લખે છે, તે તેમનો વિવેકરહિત શૈલીમોહ બતાવે છે. કાવ્યમાં શ્લેષ વગેરે પંક્તિએ પંક્તિએ ગોઠવ્યું છે, પણ તેથી કાવ્યગુણ કશો વધી શક્યો નથી. કાવ્યમાં જે રસ છે તે મૂળ વાર્તાનો છે.  
૧૯૧૫માં લેખકે ટૉડના રાજસ્થાનમાંથી ચંદાજીની એક ઘટનાને ‘શ્રી ચંદાખ્યાન’ નામે ૧૩ અધ્યાયમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે ગૂંથી છે. પ્રસ્તાવનામાં લેખક ન્હાનાલાલની ઢબે ગદ્ય લખે છે, તે તેમનો વિવેકરહિત શૈલીમોહ બતાવે છે. કાવ્યમાં શ્લેષ વગેરે પંક્તિએ પંક્તિએ ગોઠવ્યું છે, પણ તેથી કાવ્યગુણ કશો વધી શક્યો નથી. કાવ્યમાં જે રસ છે તે મૂળ વાર્તાનો છે.  
‘સુરતના કવિ’ દલપતરાંમ દુલ્લભરાંમ નર્મદની સભામાં પોતાની કવિતા પણ વાંચતા. તેમણે ‘પ્રવાસથી આવ્યા પછી આત્મજ્ઞાને’ બનાવી કઠણ શબ્દના કોષ સાથે ‘દલપતદુલ્લભકૃત’ ત્રણ ભાગ (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) બહાર પાડ્યા છે. લેખકની ભાષા અશુદ્ધ છે. નર્મદનો જોસ્સો તેમનામાં નથી. ત્રીજા ભાગમાં કંઈક ભાષામાં સુધારો છે. સંગ્રહમાં પૃથ્વી છંદમાં લખેલું એક કાવ્ય પણ છે.
‘સુરતના કવિ’ '''દલપતરાંમ દુલ્લભરાંમ''' નર્મદની સભામાં પોતાની કવિતા પણ વાંચતા. તેમણે ‘પ્રવાસથી આવ્યા પછી આત્મજ્ઞાને’ બનાવી કઠણ શબ્દના કોષ સાથે ‘દલપતદુલ્લભકૃત’ ત્રણ ભાગ (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) બહાર પાડ્યા છે. લેખકની ભાષા અશુદ્ધ છે. નર્મદનો જોસ્સો તેમનામાં નથી. ત્રીજા ભાગમાં કંઈક ભાષામાં સુધારો છે. સંગ્રહમાં પૃથ્વી છંદમાં લખેલું એક કાવ્ય પણ છે.
કવિ ભવાનીશંકર નરસિંહરામ નર્મદના અનુયાયીઓમાં ઠીકઠીક તેજસ્વી કહેવાય તેવા લેખક છે; જોકે તેમણે શરૂઆતમાં દલપતની રીતે લખેલું છે અને તે પણ સારું છે. દલપતરામે લેખકને આશિષ આપી છે કે ‘હું ધારૂં છું કે તમે મારૂં નામ રાખશો’ પણ તેમ બન્યું નથી. આગળ, જતાં તે નર્મદની ઢબ તરફ વળી ગયા છે. ‘સંપવિજય’ (૧૮૬૮) લેખકનું દલપતશૈલીનું કાવ્ય છે. ‘હુન્નરખાનની ચડાઈ’ની પેઠે કવિએ વિષય નિરૂપ્યો છે, અંતભાગમાં કાવ્ય હિંદની સ્વતંત્રતાની જબરી હિમાયત કરે છે અને એ રીતે લેખકના માનસનો ઝોક દલપત કરતાં નર્મદની ભાવના તરફ વિશેષ ઢળે છે. ‘વિધવાવિલાપ’ (૧૮૭૨) અને ‘ભવાનીકાવ્યસુધા’(૧૮૭૭)માં લેખકની નર્મદરીતિની કવિતા છે. ‘વિધવાવિલાપ’ને નર્મદના ‘વૈધવ્યચિત્ર’ સાથે સરખાવી શકાય. લેખક નર્મદ કરતાં વધારે શિષ્ટ છે. ‘ભવાનીકાવ્યસુધા’માં નર્મદની પેઠે દરેક કાવ્ય ક્યાં, ક્યારે, કેવી રીતે લખાયું તથા પ્રસિદ્ધ થયું તેની નોંધ આપી છે. અનેક પ્રાસંગિક કાવ્યોમાં બંગાળના દુકાળનું પણ એક કાવ્ય છે :
'''કવિ ભવાનીશંકર નરસિંહરામ''' નર્મદના અનુયાયીઓમાં ઠીકઠીક તેજસ્વી કહેવાય તેવા લેખક છે; જોકે તેમણે શરૂઆતમાં દલપતની રીતે લખેલું છે અને તે પણ સારું છે. દલપતરામે લેખકને આશિષ આપી છે કે ‘હું ધારૂં છું કે તમે મારૂં નામ રાખશો’ પણ તેમ બન્યું નથી. આગળ, જતાં તે નર્મદની ઢબ તરફ વળી ગયા છે. ‘સંપવિજય’ (૧૮૬૮) લેખકનું દલપતશૈલીનું કાવ્ય છે. ‘હુન્નરખાનની ચડાઈ’ની પેઠે કવિએ વિષય નિરૂપ્યો છે, અંતભાગમાં કાવ્ય હિંદની સ્વતંત્રતાની જબરી હિમાયત કરે છે અને એ રીતે લેખકના માનસનો ઝોક દલપત કરતાં નર્મદની ભાવના તરફ વિશેષ ઢળે છે. ‘વિધવાવિલાપ’ (૧૮૭૨) અને ‘ભવાનીકાવ્યસુધા’(૧૮૭૭)માં લેખકની નર્મદરીતિની કવિતા છે. ‘વિધવાવિલાપ’ને નર્મદના ‘વૈધવ્યચિત્ર’ સાથે સરખાવી શકાય. લેખક નર્મદ કરતાં વધારે શિષ્ટ છે. ‘ભવાનીકાવ્યસુધા’માં નર્મદની પેઠે દરેક કાવ્ય ક્યાં, ક્યારે, કેવી રીતે લખાયું તથા પ્રસિદ્ધ થયું તેની નોંધ આપી છે. અનેક પ્રાસંગિક કાવ્યોમાં બંગાળના દુકાળનું પણ એક કાવ્ય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પીડા પામતા આજ બંગાળી બાબુ,
{{Block center|<poem>પીડા પામતા આજ બંગાળી બાબુ,
Line 78: Line 78:
કેટલાંક કાવ્યો તો નર્મદનાં કાવ્યોના અનુકરણમાં જ લખેલાં છે અને તે કેટલીક વાર નર્મદ કરતાં પણ સારાં થયાં છે.
કેટલાંક કાવ્યો તો નર્મદનાં કાવ્યોના અનુકરણમાં જ લખેલાં છે અને તે કેટલીક વાર નર્મદ કરતાં પણ સારાં થયાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> સહુ ચલો યાર ચોગાન કરી કેશરીઆં,
{{Block center|<poem>સહુ ચલો યાર ચોગાન કરી કેશરીઆં,
સહુ પડો બ્હાર મેદાન વિજય આખરીયાં.
સહુ પડો બ્હાર મેદાન વિજય આખરીયાં.
શું જવું નહિ પરદેશ, અટકવું અટકે,
શું જવું નહિ પરદેશ, અટકવું અટકે,
શું સ્વતંત્રતા નહિ લેશ, ચોંકવું ચટકે...</poem>}}
શું સ્વતંત્રતા નહિ લેશ, ચોંકવું ચટકે...</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેમણે નર્મદની રીતે શૃંગાર પણ લખ્યો છે. નર્મદની પંક્તિઓ :
તેમણે નર્મદની રીતે શૃંગાર પણ લખ્યો છે. નર્મદની પંક્તિઓ :
Line 98: Line 98:
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખકે ૧૯૧૨માં ‘ગુજરાતી જૂનાં ગીતો’માં લોકગીતોનું સુંદર સંપાદન કરેલું છે, અને તે ગુજરાતમાં સૌથી પહેલું છે.
લેખકે ૧૯૧૨માં ‘ગુજરાતી જૂનાં ગીતો’માં લોકગીતોનું સુંદર સંપાદન કરેલું છે, અને તે ગુજરાતમાં સૌથી પહેલું છે.
નર્મદનો સૌથી વધુ તેજસ્વી અનુયાયી અને કાવ્યકળામાં તેનાથી ઘણો ચડી જાય તેવો લેખક વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી છે. લેખકના ‘વિજયવાણી’ની પહેલી આવૃત્તિ ૧૮૭૦માં થયેલી. ૧૮૮રની બીજી આવૃત્તિમાં પુસ્તક ઘણું મોટું બન્યું છે. બીજી આવૃત્તિનું મુખ્ય લક્ષણ મિત્રોની ભલામણથી લેખકે કાવ્યોની આપેલી ક્યાંક ક્યાંક ઘણી લાંબી તથા આડંબરી ટીકા છે. લેખક પ્રસ્તાવનામાં કવિતાનો જીવ ‘વ્યંગાર્થચમત્કૃતિ’ છે એમ પણ સ્વીકારે છે.
નર્મદનો સૌથી વધુ તેજસ્વી અનુયાયી અને કાવ્યકળામાં તેનાથી ઘણો ચડી જાય તેવો લેખક '''વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી''' છે. લેખકના ‘વિજયવાણી’ની પહેલી આવૃત્તિ ૧૮૭૦માં થયેલી. ૧૮૮રની બીજી આવૃત્તિમાં પુસ્તક ઘણું મોટું બન્યું છે. બીજી આવૃત્તિનું મુખ્ય લક્ષણ મિત્રોની ભલામણથી લેખકે કાવ્યોની આપેલી ક્યાંક ક્યાંક ઘણી લાંબી તથા આડંબરી ટીકા છે. લેખક પ્રસ્તાવનામાં કવિતાનો જીવ ‘વ્યંગાર્થચમત્કૃતિ’ છે એમ પણ સ્વીકારે છે.
નર્મદની ઘણીખરી નબળાઈઓ આ લેખકમાં છે, છતાં તેના પોતાના કેટલાક ખાસ ગુણો પણ છે. નર્મદના બળ ઉપરાંત તેની વાણીમાં સફાઈ અને માધુર્ય પણ છે.
નર્મદની ઘણીખરી નબળાઈઓ આ લેખકમાં છે, છતાં તેના પોતાના કેટલાક ખાસ ગુણો પણ છે. નર્મદના બળ ઉપરાંત તેની વાણીમાં સફાઈ અને માધુર્ય પણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 128: Line 128:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિના શૃંગારમાં કુમાશ નથી. વિષયની પસંદગી અને આલેખનની દૃષ્ટિએ ‘સંક્રાંતિની સ્હવારે આકાશમાં ચગતા કનકવા’નું કાવ્ય ઠીક પ્રસિદ્ધિ પામેલું છે. કવિએ પોતાનાં કાવ્યોમાં જેટલો ગૂઢાર્થ માન્યો છે તેટલો નથી, છતાં નર્મદરીતિના કવિઓમાં આ કવિની કૃતિઓ સૌથી વધુ ગણનાપાત્ર રહેશે.
કવિના શૃંગારમાં કુમાશ નથી. વિષયની પસંદગી અને આલેખનની દૃષ્ટિએ ‘સંક્રાંતિની સ્હવારે આકાશમાં ચગતા કનકવા’નું કાવ્ય ઠીક પ્રસિદ્ધિ પામેલું છે. કવિએ પોતાનાં કાવ્યોમાં જેટલો ગૂઢાર્થ માન્યો છે તેટલો નથી, છતાં નર્મદરીતિના કવિઓમાં આ કવિની કૃતિઓ સૌથી વધુ ગણનાપાત્ર રહેશે.
‘સૂરતના કવિ’ તરીકે પોતાને ઓળખાવનાર ગીરધલાલ પંજાબી ક્ષત્રીના ‘ગિરધરવિલાસ’ (૧૮૭૧)માં નર્મદની કેટલીક છટાઓ સુંદર રીતે ઊતરેલી છે. નર્મદના જેવી જ છટા તેની લાવણીમાં આવી છે. આ કાવ્યમાં એક સળંગ વાર્તા છે અને તેમાં નાયકને વિક્રમોર્વશીની વાર્તા કહેવામાં આવી છે. વિક્રમોર્વશીના કથાનકનું આ પદ્યાત્મક નિરૂપણ ધ્યાન ખેંચે તેવું છે. લાવણીમાં જરા કઢંગી છતાં આ મનોહર રચના છે. એ લેખકના ‘જાર કર્મનાં ત્રાસદાયક પરીણામ’ (૧૮૮૨)માં પ્રેમની સર્વવ્યાપકતા વર્ણવતા છપ્પા ન્હાનાલાલના ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ એ ગીતને યાદ કરાવે તેવા સુંદર છે.
‘સૂરતના કવિ’ તરીકે પોતાને ઓળખાવનાર '''ગીરધલાલ પંજાબી ક્ષત્રી'''ના ‘ગિરધરવિલાસ’ (૧૮૭૧)માં નર્મદની કેટલીક છટાઓ સુંદર રીતે ઊતરેલી છે. નર્મદના જેવી જ છટા તેની લાવણીમાં આવી છે. આ કાવ્યમાં એક સળંગ વાર્તા છે અને તેમાં નાયકને વિક્રમોર્વશીની વાર્તા કહેવામાં આવી છે. વિક્રમોર્વશીના કથાનકનું આ પદ્યાત્મક નિરૂપણ ધ્યાન ખેંચે તેવું છે. લાવણીમાં જરા કઢંગી છતાં આ મનોહર રચના છે. એ લેખકના ‘જાર કર્મનાં ત્રાસદાયક પરીણામ’ (૧૮૮૨)માં પ્રેમની સર્વવ્યાપકતા વર્ણવતા છપ્પા ન્હાનાલાલના ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ એ ગીતને યાદ કરાવે તેવા સુંદર છે.
સૌરાષ્ટ્રમાંના સિહોરના નિવાસી કવિ ગોવિંદ ગીલાભાઈએ ‘ગોવિંદકાવ્ય’ના ચારેક અંકો (૧૮૭૩)માં સુધારાનાં કાવ્યો લખ્યાં છે. એ નર્મદની અસર સૌરાષ્ટ્રમાં પણ કેટલે સુધી પહોંચી હતી તેનું અગત્યનું સૂચક છે. ‘કુધારા પર સુધારાની ચઢાઈ’ કવિએ રૂપક રૂપે લખ્યું છે. નિરૂપણ સારું છે. શૈલી શ્લિષ્ટ છે. યુદ્ધવર્ણન રૂઢ રીતિનું છતાં જોરદાર છે. સુધારાની ચડાઈ વર્ણવતાં લેખક લખે છે :
સૌરાષ્ટ્રમાંના સિહોરના નિવાસી કવિ '''ગોવિંદ ગીલાભાઈ'''એ ‘ગોવિંદકાવ્ય’ના ચારેક અંકો (૧૮૭૩)માં સુધારાનાં કાવ્યો લખ્યાં છે. એ નર્મદની અસર સૌરાષ્ટ્રમાં પણ કેટલે સુધી પહોંચી હતી તેનું અગત્યનું સૂચક છે. ‘કુધારા પર સુધારાની ચઢાઈ’ કવિએ રૂપક રૂપે લખ્યું છે. નિરૂપણ સારું છે. શૈલી શ્લિષ્ટ છે. યુદ્ધવર્ણન રૂઢ રીતિનું છતાં જોરદાર છે. સુધારાની ચડાઈ વર્ણવતાં લેખક લખે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>લહી સેન સર્વે વડો વીર ઊઠ્યો, ધરી ભૂજ મૂંછે અરિશીર રૂઠ્યો.</poem>}}
{{Block center|<poem>લહી સેન સર્વે વડો વીર ઊઠ્યો, ધરી ભૂજ મૂંછે અરિશીર રૂઠ્યો.</poem>}}
Line 149: Line 149:
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતે ઇનામ ખાતર ઘણાં કાવ્યો લખ્યાં છે એ કબૂલાત કરી લેખક પોતાની કવિતાની નિકૃષ્ટતાનો પણ સ્વીકાર કરે છે. લેખકે ‘વિહારી સતસાઈ’(૧૯૧૩)નો અનુવાદ પણ કરેલો છે.   
પોતે ઇનામ ખાતર ઘણાં કાવ્યો લખ્યાં છે એ કબૂલાત કરી લેખક પોતાની કવિતાની નિકૃષ્ટતાનો પણ સ્વીકાર કરે છે. લેખકે ‘વિહારી સતસાઈ’(૧૯૧૩)નો અનુવાદ પણ કરેલો છે.   
વાલજી લક્ષ્મીરામ દવેના ‘કાવ્યરત્ન’ (૧૮૭૭)ની પ્રસ્તાવના તે વખતના ગ્રંથપ્રકાશનની સ્થિતિ પર અચ્છો પ્રકાશ નાખે છે. લેખકે પોતાની કવિતા બીજા ‘નામાંકિત ગ્રંથકાર પેઠે કેળવણી ખાતામાં લેવરાવા’ ઘણાં પાંપળાં માર્યા, પણ બહુ મોડી સફળતા મળી. પ્રકૃતિવર્ણનમાં લેખકની કવિતા ક્યાંક ચમકે છે :
'''વાલજી લક્ષ્મીરામ દવે'''ના ‘કાવ્યરત્ન’ (૧૮૭૭)ની પ્રસ્તાવના તે વખતના ગ્રંથપ્રકાશનની સ્થિતિ પર અચ્છો પ્રકાશ નાખે છે. લેખકે પોતાની કવિતા બીજા ‘નામાંકિત ગ્રંથકાર પેઠે કેળવણી ખાતામાં લેવરાવા’ ઘણાં પાંપળાં માર્યા, પણ બહુ મોડી સફળતા મળી. પ્રકૃતિવર્ણનમાં લેખકની કવિતા ક્યાંક ચમકે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આહા કેવી મજે છે અતિસ મળસકે ઐશ્વરી ખ્યાલ કેવો.
{{Block center|<poem>આહા કેવી મજે છે અતિસ મળસકે ઐશ્વરી ખ્યાલ કેવો.
Line 155: Line 155:
મધુર સ્વર ચડાવી મોરલા ધૂમ બોલે.</poem>}}
મધુર સ્વર ચડાવી મોરલા ધૂમ બોલે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પંડ્યા ઉમિયાશંકર હિરાશંકર નડિયાદીનું ‘આર્યદુઃખદર્શક’ (૧૮૮૨) લેખકનો પ્રથમ યત્ન હોવા છતાં કેટલાંક સારાં કાવ્યો તેમાં મળી આવે છે. ‘જનસમૂહસંપ’વાળો ભાગ વેગદાર છે. નર્મદને યાદ કરાવે તેવા બળથી તે પૂછે છે :
'''પંડ્યા ઉમિયાશંકર હિરાશંકર''' નડિયાદીનું ‘આર્યદુઃખદર્શક’ (૧૮૮૨) લેખકનો પ્રથમ યત્ન હોવા છતાં કેટલાંક સારાં કાવ્યો તેમાં મળી આવે છે. ‘જનસમૂહસંપ’વાળો ભાગ વેગદાર છે. નર્મદને યાદ કરાવે તેવા બળથી તે પૂછે છે :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>તે હિંદૂ ક્યાં ગયા? રાયપદ મૂકી ભાઈ,
{{Block center|<poem>તે હિંદૂ ક્યાં ગયા? રાયપદ મૂકી ભાઈ,
Line 165: Line 165:
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખકની આવી જ વેગદાર બીજી કૃતિ ગુજરાત અને હિંદના ઇતિહાસની આલોચના અંગેની છે. ‘ગુજરાતી વીર’માં જયશિખરનો પ્રસંગ સુંદર છે.
લેખકની આવી જ વેગદાર બીજી કૃતિ ગુજરાત અને હિંદના ઇતિહાસની આલોચના અંગેની છે. ‘ગુજરાતી વીર’માં જયશિખરનો પ્રસંગ સુંદર છે.
છગનલાલ હરિલાલ મજ્મુદારના ‘નવલવિજય’ (૧૮૮૮)માં નર્મદશૈલીનાં કુદરતનાં વર્ણનો ખાસ ધ્યાન ખેંચે છે. લેખક પર ‘કુસુમમાળા’ની અસર પણ લાગે છે.   
'''છગનલાલ હરિલાલ મજ્મુદાર'''ના ‘નવલવિજય’ (૧૮૮૮)માં નર્મદશૈલીનાં કુદરતનાં વર્ણનો ખાસ ધ્યાન ખેંચે છે. લેખક પર ‘કુસુમમાળા’ની અસર પણ લાગે છે.   
કાવ્યશૈલીમાં જુદા પણ સુરતી ફક્કડાઈ અને નર્મદની ટેઢાઈને પૂરેપૂરી ધારણ કરનાર એક લેખક કવિ ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિતનું નામ અહીં નોંધી લેવું ઉચિત છે. લેખકની કવિતામાં કશો ઢંગ નથી. પોતાની કે બીજાની શૈલી નથી. તેમના નાનકડા કાવ્યમાં પણ કશી સંકલના હોતી નથી. લેખકે ‘શ્રીકાવ્યાનંદનિધિ’ નામે ત્રણ ભાગ (૧૯૧૪, ૨૬, ૨૮)માં પોતાનાં કાવ્યો બહાર પાડેલાં છે, પણ તે તો તેમણે લખેલાં ૪૭ જેટલાં પુસ્તકોમાંથી મિત્રોના આગ્રહથી જ છપાવ્યાં! લેખક પોતાના સમકાલીન નર્મદાશંકર, વિજયાશંકર, સવિતાનારાયણ વગેરે કવિઓને નોકરી કરવી પડતી, તેમનાં પુસ્તકો છપાવી શકતા નહિ, વેચાતાં નહિ, વગેરે બાબતમાં અફસોસ કરે છે. કવિને કવિતા સિવાય બીજું કશું જ કામ કરવું પડે તે આ લેખકને મહાઆફતરૂપ લાગે છે.
કાવ્યશૈલીમાં જુદા પણ સુરતી ફક્કડાઈ અને નર્મદની ટેઢાઈને પૂરેપૂરી ધારણ કરનાર એક લેખક '''કવિ ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત'''નું નામ અહીં નોંધી લેવું ઉચિત છે. લેખકની કવિતામાં કશો ઢંગ નથી. પોતાની કે બીજાની શૈલી નથી. તેમના નાનકડા કાવ્યમાં પણ કશી સંકલના હોતી નથી. લેખકે ‘શ્રીકાવ્યાનંદનિધિ’ નામે ત્રણ ભાગ (૧૯૧૪, ૨૬, ૨૮)માં પોતાનાં કાવ્યો બહાર પાડેલાં છે, પણ તે તો તેમણે લખેલાં ૪૭ જેટલાં પુસ્તકોમાંથી મિત્રોના આગ્રહથી જ છપાવ્યાં! લેખક પોતાના સમકાલીન નર્મદાશંકર, વિજયાશંકર, સવિતાનારાયણ વગેરે કવિઓને નોકરી કરવી પડતી, તેમનાં પુસ્તકો છપાવી શકતા નહિ, વેચાતાં નહિ, વગેરે બાબતમાં અફસોસ કરે છે. કવિને કવિતા સિવાય બીજું કશું જ કામ કરવું પડે તે આ લેખકને મહાઆફતરૂપ લાગે છે.
નર્મદના મિત્ર તરીકે ઇન્દિરાનંદની સાથે જેમનું નામ જોડાયું છે તે કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસનું સ્મરણ પણ અહીં કરી લેવું ઉચિત છે. એમનાં કાવ્યોનો સંગ્રહ ‘લલિતકાવ્યસંગ્રહ’ (૧૯૩૮)ના નામે બહાર પડ્યો છે. લેખકની શૈલી નર્મદથી ઘણી જુદી છે, સ્વચ્છ અને શુદ્ધ છે, પણ તેમનાં દેવદેવીઓની સ્તુતિઓનાં ગીતોમાં તેમજ વિવિધ રસનાં બીજાં કાવ્યોમાં રસની ચમત્કૃતિ નથી. કાવ્ય વિચારની બાનીની નિરૂપણની તથા દર્શનની ઘણી પ્રાકૃત ભૂમિકા ઉપર ફર્યા કરે છે. લેખકે લોકમાન્ય ટિળક સુરતમાં કૉંગ્રેસ વખતે આવ્યા ત્યારે તેમને આપેલા આવકાર, તેમના કારાવાસ તથા મૃત્યુ પ્રસંગે લખેલાં કાવ્યો તેમની કોઈ ખાસ રસસમૃદ્ધિ માટે નહિ, પણ તેમના વિષય પરત્વે નોંધપાત્ર છે. ગુજરાતી કવિતામાં લોકમાન્ય વિશે ઘણું થોડું લખાયું છે.
નર્મદના મિત્ર તરીકે ઇન્દિરાનંદની સાથે જેમનું નામ જોડાયું છે તે '''કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસ'''નું સ્મરણ પણ અહીં કરી લેવું ઉચિત છે. એમનાં કાવ્યોનો સંગ્રહ ‘લલિતકાવ્યસંગ્રહ’ (૧૯૩૮)ના નામે બહાર પડ્યો છે. લેખકની શૈલી નર્મદથી ઘણી જુદી છે, સ્વચ્છ અને શુદ્ધ છે, પણ તેમનાં દેવદેવીઓની સ્તુતિઓનાં ગીતોમાં તેમજ વિવિધ રસનાં બીજાં કાવ્યોમાં રસની ચમત્કૃતિ નથી. કાવ્ય વિચારની બાનીની નિરૂપણની તથા દર્શનની ઘણી પ્રાકૃત ભૂમિકા ઉપર ફર્યા કરે છે. લેખકે લોકમાન્ય ટિળક સુરતમાં કૉંગ્રેસ વખતે આવ્યા ત્યારે તેમને આપેલા આવકાર, તેમના કારાવાસ તથા મૃત્યુ પ્રસંગે લખેલાં કાવ્યો તેમની કોઈ ખાસ રસસમૃદ્ધિ માટે નહિ, પણ તેમના વિષય પરત્વે નોંધપાત્ર છે. ગુજરાતી કવિતામાં લોકમાન્ય વિશે ઘણું થોડું લખાયું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 01:32, 12 July 2024

(૨) નર્મદરીતિના કવિતાલેખકો,


મધુવછરામ બળવછરામ વોરા (૧૮૬૭)
દલપતરામ દુલ્લભરામ (૧૮૬૮)
કવિ ભવાનીશંકર નરસિંહરામ (૧૮૬૮)
વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી (૧૮૭૦)
કવિ ગિરધરલાલ પંજાબી ક્ષત્રી (૧૮૭૧)
કવિ ગોવિંદ ગીલાભાઈ (૧૮૭૩)
સવિતાનારાયણ ગણપતિનારાયણ (૧૮૭૫)
વાલજી લક્ષ્મીરામ દવે (૧૮૭૭)
પંડ્યા ઉમીયાશંકર હિરાશંકર (૧૮૮૨)
છગનલાલ હરિલાલ મજમુંદાર (૧૮૮૮)
ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત (૧૯૧૪)
લલિતાશંકર લાલશંકર વ્યાસ (૧૯૩૮)

નર્મદની રીતિએ કાવ્ય લખનારાઓની સંખ્યા દલપતને મુકાબલે બહુ થોડી છે. વળી, નર્મદની કવિતાનો વિચાર કરતાં જોયું તેમ, નર્મદની રીતિ એ દલપતરીતિથી કોઈ ગુણભેદને લીધે નહિ, પણ તેનાં અણઘડતા અને આવેશમાંથી જન્મતા લાક્ષણિક દોષભેદને લીધે જ કંઈક ભિન્નતા ધારણ કરે છે. નર્મદની કાવ્યભાવના દલપતથી ભિન્ન હતી, ઊંચી પણ હતી, પણ તે પોતે જ તેને સફળ રીતે કાવ્યમાં સિદ્ધ કરી શક્યો નથી; એટલે એ સિદ્ધિનું અનુસરણ થવું કે તે શૈલી વિકસવી એ અપ્રસ્તુત બની રહે છે. એ રીતે નર્મદના અનુયાયી એટલે નર્મદના લાક્ષણિક દોષોના, તેના આવેશભર્યા માનસના, તથા અણઘડ કાવ્યરચનાના અનુયાયી, એવી સ્થિતિ થઈ રહે છે. આવા લેખકો કવિના વ્યક્તિત્વની અસર હેઠળ પણ આવેલા છે અને એ પ્રભાવક વ્યક્તિત્વને લીધે પણ તેની રીતની કવિતા લખવા લાગેલા છે. નર્મદરીતિના નાનામોટા બધા લેખકો દસેક જેટલા થાય છે, જેમાં બે-ચારમાં કંઈક વિશેષ વ્યક્તિત્વ દેખાય છે. નર્મદરીતિના પહેલા કવિ મધુવછરામ બળવછરામ છે. તેમણે ઠેઠ ૧૯૧૫ સુધી કાવ્યો લખ્યાં છે. એમને વિશે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નર્મદની રીતિથી જ અટકી ન જતાં ગુજરાતી કવિતાના વિકાસ સાથે તેમણે પોતે પણ વિકાસ સાધ્યો છે. ‘મધુર કાવ્ય’ના બે ભાગ (૧૮૬૭-૬૮)માં નર્મદની રીતિનાં કાવ્યો છે. આનો પહેલો ભાગ નર્મદને અર્પણ થયો છે. નર્મદની પેઠે આ કવિમાં પણ શબ્દવિવેક બહુ દેખાતો નથી. ‘મૂઓ મૂઓ ઉગારો રે દેવ દેવ દયાળુ’ જેવી પંક્તિથી તે પ્રાર્થના કરે છે. ભરતખંડની દુર્દશા પર કવિએ વિલાપ કર્યો છે. નર્મદની રીતે નિખાલસપણે કવિએ લખ્યું છે. પ્રેમ અને શૃંગાર ગાયાં છે. પ્રેમને તે કહે છે :

પ્રેમ પરમેશ્વરા, શ્રેષ્ઠ પ્રાણેશ્વરા તું ધરા સર્વમાંહિ બિરાજે.

પ્રીતિદેવીને કહે છે :

તને શેવિ ન જે જને, માતાની કૂખ તેણે લજાવી,

કવિમાં વૃત્તોની કચાશ પણ છે. બીજા ભાગમાં કવિતાનું સ્તોત્ર ધ્યાન ખેંચે તેવું છે. લેખકનું ‘સુવાસિકા’ (૧૮૮૮) ઘણી રીતે મહત્ત્વનું છે. તેમાં લેખક નર્મદરીતિમાંથી નીકળી નવી રીતિનો પ્રારંભ કરે છે. ૧૮૮૭ પછી ખંડકાવ્યોનો જે પ્રકાર શરૂ થાય છે તેમાં આ સૌથી પહેલું છે. કળાકૃતિ તરીકે તે બહુ ઉત્તમ નથી. ‘જુસ્સામાં સૂઝ્યું તે ઘસડી કહાડ્યું છે’ એમ લેખક નોંધે છે, છતાં કાવ્યની વાર્તા મનોહર છે. કુસુમ અને સુવાસિકા નામનાં બે કિશોર-કિશોરી બાળપણથી પ્રકૃતિને ખોળે એક સાથે ઊછરે છે. કુસુમ મોટો થતાં પરદેશ જાય છે. સુવાસિકાના અંતરમાં કુસુમ પ્રત્યે પ્રીતિ છે, પણ તેને બીજે પરણાવી દેવામાં આવે છે. કુસુમ પરદેશથી પાછો આવી બાવો બને છે. બંને મળે છે, પણ સુવાસિકા માંદી પડી મરી જાય છે. કુસુમ પણ મરી જાય છે, અને તેના શબને ઠેકાણે ફૂલની ઢગલી જોવામાં આવે છે. એ જમાનામાં આ પ્રકારનું પ્રણયકથાનક કાવ્યમાં ગૂંથવું અને તે નવીન શૈલીમાં, એ બંનેને લીધે આ કાવ્ય એક અગત્યનું સીમાચિહ્ન બને છે. ક્યાંક ક્યાંક અણઘડપણું હોવા છતાં વિષય, છંદ અને ભાષા ત્રણેમાં કવિની પ્રગતિ છે. આના ઉદાહરણ રૂપે કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ. :

તે પ્રેમ જે વિશ્વ વિશે છવાયો,
ત્રૈલોક્યમાં શ્રેષ્ઠ સદા ગવાયો.
તેનું કથું ગુણી ચરિત્ર હાવે.

સુવાસિકાને પરદેશ ગયેલો કુસુમ યાદ આવે છે :

કૂસૂમની ત્યાં છબિ કોઈ વાર, નેનો સમીપે પ્રણયી ઉદાર,
આવી રહેતાં શશિ-આનનાની ઓચિંતિ છાએ મુખક્લાંતિ ગ્લાનિ.

છેવટે જ્યારે કુસુમને ઓળખી સુવાસિકા મૂર્છા પામે છે ત્યારનું ચિત્ર પણ મનોહર છે. કુસુમ,

તેને સ્વપાણી મુખ ફેરવે છે, જે સ્નેહના પીયુષને દ્રવે છે,
તે સ્પર્શનૂં સૂખ કહ્યું ન જાએ, કે રોમરોમે મિઠિ શાંતિ થાએ;
નેત્રાબ્જ તેનાં હળવે ખિલે છે, જોતાં ધરે ધૈર્ય સખી દિલે તે.

૧૯૧૫માં લેખકે ટૉડના રાજસ્થાનમાંથી ચંદાજીની એક ઘટનાને ‘શ્રી ચંદાખ્યાન’ નામે ૧૩ અધ્યાયમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે ગૂંથી છે. પ્રસ્તાવનામાં લેખક ન્હાનાલાલની ઢબે ગદ્ય લખે છે, તે તેમનો વિવેકરહિત શૈલીમોહ બતાવે છે. કાવ્યમાં શ્લેષ વગેરે પંક્તિએ પંક્તિએ ગોઠવ્યું છે, પણ તેથી કાવ્યગુણ કશો વધી શક્યો નથી. કાવ્યમાં જે રસ છે તે મૂળ વાર્તાનો છે. ‘સુરતના કવિ’ દલપતરાંમ દુલ્લભરાંમ નર્મદની સભામાં પોતાની કવિતા પણ વાંચતા. તેમણે ‘પ્રવાસથી આવ્યા પછી આત્મજ્ઞાને’ બનાવી કઠણ શબ્દના કોષ સાથે ‘દલપતદુલ્લભકૃત’ ત્રણ ભાગ (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) બહાર પાડ્યા છે. લેખકની ભાષા અશુદ્ધ છે. નર્મદનો જોસ્સો તેમનામાં નથી. ત્રીજા ભાગમાં કંઈક ભાષામાં સુધારો છે. સંગ્રહમાં પૃથ્વી છંદમાં લખેલું એક કાવ્ય પણ છે. કવિ ભવાનીશંકર નરસિંહરામ નર્મદના અનુયાયીઓમાં ઠીકઠીક તેજસ્વી કહેવાય તેવા લેખક છે; જોકે તેમણે શરૂઆતમાં દલપતની રીતે લખેલું છે અને તે પણ સારું છે. દલપતરામે લેખકને આશિષ આપી છે કે ‘હું ધારૂં છું કે તમે મારૂં નામ રાખશો’ પણ તેમ બન્યું નથી. આગળ, જતાં તે નર્મદની ઢબ તરફ વળી ગયા છે. ‘સંપવિજય’ (૧૮૬૮) લેખકનું દલપતશૈલીનું કાવ્ય છે. ‘હુન્નરખાનની ચડાઈ’ની પેઠે કવિએ વિષય નિરૂપ્યો છે, અંતભાગમાં કાવ્ય હિંદની સ્વતંત્રતાની જબરી હિમાયત કરે છે અને એ રીતે લેખકના માનસનો ઝોક દલપત કરતાં નર્મદની ભાવના તરફ વિશેષ ઢળે છે. ‘વિધવાવિલાપ’ (૧૮૭૨) અને ‘ભવાનીકાવ્યસુધા’(૧૮૭૭)માં લેખકની નર્મદરીતિની કવિતા છે. ‘વિધવાવિલાપ’ને નર્મદના ‘વૈધવ્યચિત્ર’ સાથે સરખાવી શકાય. લેખક નર્મદ કરતાં વધારે શિષ્ટ છે. ‘ભવાનીકાવ્યસુધા’માં નર્મદની પેઠે દરેક કાવ્ય ક્યાં, ક્યારે, કેવી રીતે લખાયું તથા પ્રસિદ્ધ થયું તેની નોંધ આપી છે. અનેક પ્રાસંગિક કાવ્યોમાં બંગાળના દુકાળનું પણ એક કાવ્ય છે :

પીડા પામતા આજ બંગાળી બાબુ,
જતા માગવા મેલી પોતાની કાબુ

કેટલાંક કાવ્યો તો નર્મદનાં કાવ્યોના અનુકરણમાં જ લખેલાં છે અને તે કેટલીક વાર નર્મદ કરતાં પણ સારાં થયાં છે.

સહુ ચલો યાર ચોગાન કરી કેશરીઆં,
સહુ પડો બ્હાર મેદાન વિજય આખરીયાં.
શું જવું નહિ પરદેશ, અટકવું અટકે,
શું સ્વતંત્રતા નહિ લેશ, ચોંકવું ચટકે...

તેમણે નર્મદની રીતે શૃંગાર પણ લખ્યો છે. નર્મદની પંક્તિઓ :

‘સખિ રૂઠ્યો છે આજ રસિક શામળો જો,
હશે પાતળાના પેટમાં શો આમળો જો.’

તેના ઘણા અનુયાયીઓએ અપનાવી છે. આ કવિએ તેમાં એક બીજી સુંદર ઉપમા ઉમેરી છે :

પલંગ પુસ્પનો જણાય અગન પાટલો જો.

લેખકના ‘કૃષ્ણવિરહ’ (૧૮૭૬)માં ‘ફાર્બસવિરહ’ની ઢબે કરસનદાસ મૂળજીના મૃત્યુનું ગાન છે. ‘કરજ કરી વરો કરનાર તથા કરાવનારનું વર્ણન’ (૧૮૮૬) નાનકડું છતાં નર્મમર્મપૂર્ણ વિનોદમય કથાનક છે. અહીં લેખકમાં ચિત્રશક્તિ બહુ વિકસી લાગે છે :

દ્વિવેદીની જ્યાં થઈ દ્વાદશા ત્યાં, વિપ્રોતણાં વૃંદ સહૂ ધસ્યાં ત્યાં,
ભલી કડે કામળિયો કશી છે, જો જેષ્ટિકા સ્કંધ કરે વશી છે.

લેખકે ૧૯૧૨માં ‘ગુજરાતી જૂનાં ગીતો’માં લોકગીતોનું સુંદર સંપાદન કરેલું છે, અને તે ગુજરાતમાં સૌથી પહેલું છે. નર્મદનો સૌથી વધુ તેજસ્વી અનુયાયી અને કાવ્યકળામાં તેનાથી ઘણો ચડી જાય તેવો લેખક વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી છે. લેખકના ‘વિજયવાણી’ની પહેલી આવૃત્તિ ૧૮૭૦માં થયેલી. ૧૮૮રની બીજી આવૃત્તિમાં પુસ્તક ઘણું મોટું બન્યું છે. બીજી આવૃત્તિનું મુખ્ય લક્ષણ મિત્રોની ભલામણથી લેખકે કાવ્યોની આપેલી ક્યાંક ક્યાંક ઘણી લાંબી તથા આડંબરી ટીકા છે. લેખક પ્રસ્તાવનામાં કવિતાનો જીવ ‘વ્યંગાર્થચમત્કૃતિ’ છે એમ પણ સ્વીકારે છે. નર્મદની ઘણીખરી નબળાઈઓ આ લેખકમાં છે, છતાં તેના પોતાના કેટલાક ખાસ ગુણો પણ છે. નર્મદના બળ ઉપરાંત તેની વાણીમાં સફાઈ અને માધુર્ય પણ છે.

હરદમ હાક પુકારું છું, સુણે ન કો મુજ વાત,
દર્દ ગર્દ હું મર્દ છૂં, જોઈ જનાની જાત.
જોઈ જનાની જાત, રાત દિન કરું અંદેશા,
કોનિ કને કરું વાત, મોકલૂં ક્યાં સંદેશા.

આવી અનેક પંક્તિઓ ‘પ્રબોધપચીશી’ના કુંડળિયામાં મળી આવે છે. કર્તા આ કૃતિને પોતાનો મહાન વિજય માને છે તે અયોગ્ય નથી. કવિમાં દલપતરીતિનું અર્થચાતુર્ય પણ છે. ‘અકળામણ’ વિશે તે લખે છે :

અકળામણ ચાકળ સમ જાણો, બે બાજુ બે જજવાં મુખ,
ખામોશી ખાતાં ગૂંગળાવે, ઉભરાતાં પણ દેતી દૂખ.
વિવેકથી પકડી વચમાંથી બંને મુખ પર રાખો દૃષ્ટ,
એ અકળામણને અકળાવી ઓકાવી કહાડો વિખ કષ્ટ,

કવિમાં ગીત રચવાની સારી હથોટી છે. કેટલાંક ગીતો ઘણાં મધુર છેઃ

રંગિલું પ્રભાત આજ રંગ રંગ લાગે,
રંગિલું પ્રભાત આજ, શો સજ્યો સુનેરિ સાજ,
પવન લ્હેકિ ઠંડિ તાજી, ખિલ્યાં પુષ્પ બાગે....

પંક્તિઓવાળું ગીત હજી પણ લોકપ્રિય છે. કવિની શક્તિના સૌથી વિશેષ પ્રતિનિધિ જેવું નીચેનું ગીત છે :

સખી શ્યામને મળ્યાનિ હોંશ મંનમાં જો,
વ્હાલાજીની વાજે વેણુ આજ વંનમાં જો,
એની વાંસળી સુણીને ફુલે છાતડી જો,
આવે યાદ શરદ પુનેમ કેરી રાતડી જો,

કવિના શૃંગારમાં કુમાશ નથી. વિષયની પસંદગી અને આલેખનની દૃષ્ટિએ ‘સંક્રાંતિની સ્હવારે આકાશમાં ચગતા કનકવા’નું કાવ્ય ઠીક પ્રસિદ્ધિ પામેલું છે. કવિએ પોતાનાં કાવ્યોમાં જેટલો ગૂઢાર્થ માન્યો છે તેટલો નથી, છતાં નર્મદરીતિના કવિઓમાં આ કવિની કૃતિઓ સૌથી વધુ ગણનાપાત્ર રહેશે. ‘સૂરતના કવિ’ તરીકે પોતાને ઓળખાવનાર ગીરધલાલ પંજાબી ક્ષત્રીના ‘ગિરધરવિલાસ’ (૧૮૭૧)માં નર્મદની કેટલીક છટાઓ સુંદર રીતે ઊતરેલી છે. નર્મદના જેવી જ છટા તેની લાવણીમાં આવી છે. આ કાવ્યમાં એક સળંગ વાર્તા છે અને તેમાં નાયકને વિક્રમોર્વશીની વાર્તા કહેવામાં આવી છે. વિક્રમોર્વશીના કથાનકનું આ પદ્યાત્મક નિરૂપણ ધ્યાન ખેંચે તેવું છે. લાવણીમાં જરા કઢંગી છતાં આ મનોહર રચના છે. એ લેખકના ‘જાર કર્મનાં ત્રાસદાયક પરીણામ’ (૧૮૮૨)માં પ્રેમની સર્વવ્યાપકતા વર્ણવતા છપ્પા ન્હાનાલાલના ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ એ ગીતને યાદ કરાવે તેવા સુંદર છે. સૌરાષ્ટ્રમાંના સિહોરના નિવાસી કવિ ગોવિંદ ગીલાભાઈએ ‘ગોવિંદકાવ્ય’ના ચારેક અંકો (૧૮૭૩)માં સુધારાનાં કાવ્યો લખ્યાં છે. એ નર્મદની અસર સૌરાષ્ટ્રમાં પણ કેટલે સુધી પહોંચી હતી તેનું અગત્યનું સૂચક છે. ‘કુધારા પર સુધારાની ચઢાઈ’ કવિએ રૂપક રૂપે લખ્યું છે. નિરૂપણ સારું છે. શૈલી શ્લિષ્ટ છે. યુદ્ધવર્ણન રૂઢ રીતિનું છતાં જોરદાર છે. સુધારાની ચડાઈ વર્ણવતાં લેખક લખે છે :

લહી સેન સર્વે વડો વીર ઊઠ્યો, ધરી ભૂજ મૂંછે અરિશીર રૂઠ્યો.

એક વ્યભિચારિણી સ્ત્રીએ તેના યારને તરછોડી નકારી તેને જેલમાં મોકલેલો જોઈ કવિને ‘એટલો તો મોટો જુસ્સો ઊઠ્યો કે જાણે એક મોટો ગ્રંથ રચી કાઢું.’ તે ઊભરો બે દહાડા રહ્યો અને તેમાં પૃથક્‌ પૃથક્‌ બાવન છપ્પા જોડી કાઢ્યા તે કવિની ‘વ્યભિચારનિષેધ બાવની’ છે. નર્મદના મંડળમાંની એક અગ્રણી વ્યક્તિ તરીકે જાણીતા સવિતાનારાયણ ગણપતિનારાયણે થોડાંક કાવ્યો લખેલાં છે. ‘શકુંતલાખ્યાન’ (૧૮૭૫) ‘શાકુંતલ’ના કથાનકનો ગુજરાતીમાં પહેલો દેશીઓમાં નાનકડો અવતાર છે. લેખકની ભાષા છેક પ્રાકૃત કોટિની નાટકિયા થઈ ગયેલી છે તેમ જ કેટલોક સ્થૂલ શૃંગાર પણ તેમાં લેખકે ઉમેરી દીધો છે. કવિએ શકુન્તલાની વિદાય ઠીક કરી છે :

ટ્રુમડાળ પર ચઢિ કોકિલા ટહુકી ઊઠી તે ઠાર,
જાણે ન હોયે રુદન કરતાં વૃક્ષ કરી પોકાર.
...સુણિ સજળ નેત્રે સખિ કહે શિદ વિસરભોળી થાય છે?
તરૂ વલ્લિ સોંપે પણ અમોને સોંપી કોને જાય છે?

‘સવિતાકૃત કવિતા’ (૧૮૮૫)માં લેખકનાં પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. લેખક દેશાભિમાન વગેરેની વાતો કરે છે, પણ તે પાછળ બહુ પ્રાણ પૂરી શકયા નથી. ‘વેપાર બૂડ્યો’ વિશેનો કટાવ તે વખતની સ્વદેશી જાગૃતિના નમૂના રૂપે નોંધવા જેવો છે. કવિનો દલપતરીતિના ચોખલિયાવેડા સામેનો પ્રહાર ધ્યાન ખેંચે છે :

જેણે ભાગવત રૂપ અમૃત પ્રગટ કીધું,
તેણે પરકીયા કેરી પ્રીતને વખાણી છે :
તેથી બોપદેવ સમ પંડિત પ્રવીણ તેહ
થયો શું અનીતિવાન રીત ક્યાંની આણી છે?

પોતે ઇનામ ખાતર ઘણાં કાવ્યો લખ્યાં છે એ કબૂલાત કરી લેખક પોતાની કવિતાની નિકૃષ્ટતાનો પણ સ્વીકાર કરે છે. લેખકે ‘વિહારી સતસાઈ’(૧૯૧૩)નો અનુવાદ પણ કરેલો છે. વાલજી લક્ષ્મીરામ દવેના ‘કાવ્યરત્ન’ (૧૮૭૭)ની પ્રસ્તાવના તે વખતના ગ્રંથપ્રકાશનની સ્થિતિ પર અચ્છો પ્રકાશ નાખે છે. લેખકે પોતાની કવિતા બીજા ‘નામાંકિત ગ્રંથકાર પેઠે કેળવણી ખાતામાં લેવરાવા’ ઘણાં પાંપળાં માર્યા, પણ બહુ મોડી સફળતા મળી. પ્રકૃતિવર્ણનમાં લેખકની કવિતા ક્યાંક ચમકે છે :

આહા કેવી મજે છે અતિસ મળસકે ઐશ્વરી ખ્યાલ કેવો.
...ટઉ ટઉ કરતો જા કોકિલો એશ માણે.
મધુર સ્વર ચડાવી મોરલા ધૂમ બોલે.

પંડ્યા ઉમિયાશંકર હિરાશંકર નડિયાદીનું ‘આર્યદુઃખદર્શક’ (૧૮૮૨) લેખકનો પ્રથમ યત્ન હોવા છતાં કેટલાંક સારાં કાવ્યો તેમાં મળી આવે છે. ‘જનસમૂહસંપ’વાળો ભાગ વેગદાર છે. નર્મદને યાદ કરાવે તેવા બળથી તે પૂછે છે :

તે હિંદૂ ક્યાં ગયા? રાયપદ મૂકી ભાઈ,
શું હિંદૂની માત? હવે ખૂણે રંડાઈ.
...તે હિંદૂ ક્યાં ગયા, લડ્યા મહમુદની સાથે,
સંપચિન્હ તત્કાળ બતાવ્યું જે નિજ હાથે.
...તે હિંદૂ ક્યાં ગયા પ્રભાસે રણમાં ઘૂમ્યા.
તે હિંદૂ ક્યાં ગયા યવન જન ઉપર રૂમ્યા.

લેખકની આવી જ વેગદાર બીજી કૃતિ ગુજરાત અને હિંદના ઇતિહાસની આલોચના અંગેની છે. ‘ગુજરાતી વીર’માં જયશિખરનો પ્રસંગ સુંદર છે. છગનલાલ હરિલાલ મજ્મુદારના ‘નવલવિજય’ (૧૮૮૮)માં નર્મદશૈલીનાં કુદરતનાં વર્ણનો ખાસ ધ્યાન ખેંચે છે. લેખક પર ‘કુસુમમાળા’ની અસર પણ લાગે છે. કાવ્યશૈલીમાં જુદા પણ સુરતી ફક્કડાઈ અને નર્મદની ટેઢાઈને પૂરેપૂરી ધારણ કરનાર એક લેખક કવિ ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિતનું નામ અહીં નોંધી લેવું ઉચિત છે. લેખકની કવિતામાં કશો ઢંગ નથી. પોતાની કે બીજાની શૈલી નથી. તેમના નાનકડા કાવ્યમાં પણ કશી સંકલના હોતી નથી. લેખકે ‘શ્રીકાવ્યાનંદનિધિ’ નામે ત્રણ ભાગ (૧૯૧૪, ૨૬, ૨૮)માં પોતાનાં કાવ્યો બહાર પાડેલાં છે, પણ તે તો તેમણે લખેલાં ૪૭ જેટલાં પુસ્તકોમાંથી મિત્રોના આગ્રહથી જ છપાવ્યાં! લેખક પોતાના સમકાલીન નર્મદાશંકર, વિજયાશંકર, સવિતાનારાયણ વગેરે કવિઓને નોકરી કરવી પડતી, તેમનાં પુસ્તકો છપાવી શકતા નહિ, વેચાતાં નહિ, વગેરે બાબતમાં અફસોસ કરે છે. કવિને કવિતા સિવાય બીજું કશું જ કામ કરવું પડે તે આ લેખકને મહાઆફતરૂપ લાગે છે. નર્મદના મિત્ર તરીકે ઇન્દિરાનંદની સાથે જેમનું નામ જોડાયું છે તે કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસનું સ્મરણ પણ અહીં કરી લેવું ઉચિત છે. એમનાં કાવ્યોનો સંગ્રહ ‘લલિતકાવ્યસંગ્રહ’ (૧૯૩૮)ના નામે બહાર પડ્યો છે. લેખકની શૈલી નર્મદથી ઘણી જુદી છે, સ્વચ્છ અને શુદ્ધ છે, પણ તેમનાં દેવદેવીઓની સ્તુતિઓનાં ગીતોમાં તેમજ વિવિધ રસનાં બીજાં કાવ્યોમાં રસની ચમત્કૃતિ નથી. કાવ્ય વિચારની બાનીની નિરૂપણની તથા દર્શનની ઘણી પ્રાકૃત ભૂમિકા ઉપર ફર્યા કરે છે. લેખકે લોકમાન્ય ટિળક સુરતમાં કૉંગ્રેસ વખતે આવ્યા ત્યારે તેમને આપેલા આવકાર, તેમના કારાવાસ તથા મૃત્યુ પ્રસંગે લખેલાં કાવ્યો તેમની કોઈ ખાસ રસસમૃદ્ધિ માટે નહિ, પણ તેમના વિષય પરત્વે નોંધપાત્ર છે. ગુજરાતી કવિતામાં લોકમાન્ય વિશે ઘણું થોડું લખાયું છે.