ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/પ્રથમ વર્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''પ્રથમ વર્ષા'''}} ---- {{Poem2Open}} રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂક...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પ્રથમ વર્ષા'''}}
{{SetTitle}}
----
{{Heading|પ્રથમ વર્ષા | સુરેશ જોશી}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/73/PARTH_PRATHAM_VARSHA.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પ્રથમ વર્ષા - સુરેશ જોશી • ઑડિયો પઠન: પાર્થ મારુ
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુધ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે – જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.

{{Right|ક્ષિતિજ : ૮-૧૯૬૨}}
{{Right|ક્ષિતિજ : ૮-૧૯૬૨}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ|નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ]]
}}

Latest revision as of 15:40, 16 July 2024

પ્રથમ વર્ષા

સુરેશ જોશી

ગુજરાતી નિબંધસંપદા • પ્રથમ વર્ષા - સુરેશ જોશી • ઑડિયો પઠન: પાર્થ મારુ

રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુધ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે – જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. ક્ષિતિજ : ૮-૧૯૬૨