આમંત્રિત/કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|'''<big>સ્નેહી વાચકોને યાદ પાઠવતાં</big>'''}}
{{center|'''<big>સ્નેહી વાચકોને યાદ પાઠવતાં</big>'''}}



Revision as of 14:39, 27 July 2024

સ્નેહી વાચકોને યાદ પાઠવતાં

૨૦૨૦માં જ્યારે સર્વત્ર એક કારમું વાયરસ પ્રસરી ગયેલું હતું, સમયકાળ અનેક જાતની પીડાથી ગ્રસ્ત હતો, અને ન્યૂયોર્ક શહેર પણ ત્રસ્ત અને સ્તંભિત બનેલું હતું, ત્યારે આ આમંત્રિત” નવલકથા અવતરી આવતી હતી. કેવી અજબ અને અદ્ભુત બાબત હતી - કે બહારની પરિસ્થિતિની અસર મન પર ચોક્કસ પડતી હતી, ને છતાં મનના ઊંડાણમાંથી આવી આનંદ અને પ્રેમસભર કૃતિ સર્જાતી ગઈ હતી. ધાર્યું તો હતું કે રોગ સમેટાતો જશે. એને બદલે મહારોગ બનતો ગયો. મનમાં ઘણો સંકોચ થવા લાગ્યો કે આવા વખતે એક નવલકથા ધારાવાહિક ચાલે છે. મનમાં એમ પણ થતું હતું કે આવા સમય દરમ્યાન કોને ઈચ્છા થતી હશે કશુંક પણ વાંચવાની? કદાચ છે ને વંચાતી રહી હોય. ને તેથી, આ નવલકથા અહીં સમાપ્ત થાય છે ત્યારે હું સર્વે તંત્રી, આર્ટિસ્ટ, મદદગાર મંડળીનો આભાર માનવા માગું છું. અને ધારણા રાખું છું કે વાચકોને આ કથાનક ગમ્યું હશે. એમાં પાત્રો આશાવાદી છે, ને સહજ ભાવે આનંદ, સ્નેહ અને ઉદારતા અનુભવે છે. આવા મનોભાવ દ્વારા વાચકો કંઇક શાંતિ, કંઇક નિરાંત પામતાં રહ્યાં હશે; તેમજ, મુખ્ય પાત્ર જેવાં ન્યૂયોર્ક શહેર અને હડસન નદી માટેનું આ ‘પ્રેમ-ગીત’ આનંદપ્રદ પણ બનતું ગયું હશે એમ ઈચ્છું છું.

– પ્રીતિ સેનગુપ્તા