હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના | કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના | ||
ચકામાં રગરગે રાતાં | ચકામાં રગરગે રાતાં ઊઠે છે એ ભલે દેખાડી ના શકીએ | ||
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના | છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના | ||
Latest revision as of 08:30, 29 July 2024
પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
કૂંપળની રેખરેખામાં અમે પણ લીલુંલીલેરું ઊભરવાના
ચકામાં રગરગે રાતાં ઊઠે છે એ ભલે દેખાડી ના શકીએ
છે તમને છૂટ પથ્થર મારવાની તો અમે પથ્થર તો ગણવાના
અમે કેમેય અંધારું અમારું કાળું તો રહેવા જ નહિ દઈએ
અમારા ચાંદ સૂરજ છો તમે ઠારો અમે દીવો તો કરવાના
અમારા ઢાળ પરથી અમને જો ગબડાવી દેશો વારવારંવાર
અમે એ ઢાળ જોજોને તમે કે વારવારંવાર ચડવાના
તમે હસડેલી ના શકશો કદી અમને અમે વહેતો પવન છીએ
અમે થોડા જ દરવાજો છીએ કે ધક્કા ખાઈ ખાઈ ખડવાના
છંદવિધાન
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા