હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
|previous = નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
|next = મૃગજળ કે ઝાંઝવાં કે હરણિયું બની જઈશ
|next = હું ઝાંઝવાં થઈશ કે મૃગજળ બની જઈશ
}}
}}

Latest revision as of 18:04, 3 August 2024



ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું
રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું.

કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો
ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું.

છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં
હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું.

અટકતું આવી અધર પર એ નામમાં હું નથી
અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું.

ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં
તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું.

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા