હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે | |previous = આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે | ||
|next = ચારે તરફથી એમ | |next = ચારે તરફથી એમ નજર પાછી ખેંચશું | ||
}} | }} |
Latest revision as of 18:08, 3 August 2024
ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે
અટકળે માની લે જાણી લે મને તું આશરે
સરતાં વાદળનો હું છાંયો હમણાં છું હમણાં નથી
એક પળ બસ હોઉં હું પાંપણ પરે કે ઝાંખરે
ભાંગતા અંધારમાં સૂક્કાં પરણ બળવાની ગંધ
અબઘડી લે શ્વાસમાં હું અબઘડી છું વાયરે
એ જ પળ બસ એ જ પળ જળબુંદ થઈને આવજે
જ્યારે ભીંજાવું લખાયું હોય મારા કાંકરે
લીલછાયા કાંગરાની બીજી બાજુ ખીણ છે
કંઈ જો કહેવું હો કહી દે હમણાં છું હું કાંગરે
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા