હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સ્મરણાં: Difference between revisions
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
સંભળાય સાંભળવું હોય તેવું છનન છનન | સંભળાય સાંભળવું હોય તેવું છનન છનન | ||
દિવસે રાતરાણી કહી શકાય | દિવસે રાતરાણી કહી શકાય | ||
આંગળીઓને ટેરવે ટેરવે | આંગળીઓને ટેરવે ટેરવે રમતું ગમતું ચાખી શકાય | ||
રમતાં રમતાં | રમતાં રમતાં |
Revision as of 18:10, 3 August 2024
દોડેદોડી અટકેઅટકી
દોડી દોડી આવે
આવે ચટાપટાળાં સ્મરણાં
હમણાં
થડ પર થડથી ડાળે
ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી
હળુ હવામાં જાણે તરતાં
ધરતી સરસા ઊતરી આવે
બોર ધરીને બે પગ વચ્ચે
ટોચે
ચાવે પાન પડેલાં
કૂદે
કૂદીકૂદી કરડે કાચી કૂંપળ કૂણા કોંટા
વચ્ચે વચ્ચે
ડાબેજમણે જાણે ખળખળ જેવું થઈથઈ દોડી દોડી પડતાં
ચંચળ સ્મરણા
હમણાં
સ્મરણને કોઈ રૂપ હોતું નથી
નથી હોતો એને કોઈ રંગ
પાતળું પાણી જેમ હવા જેમ પોચું
ઢાળો તેમ ઢળે વળે વાળો તેમ
વળી આપમેળે
આછું સ્મરણ જોતાં જોતાં ઘેરું થઈ જાય
જોતજોતામાં આછું આછું થતાં થતાં
ઘેરું સ્મરણ લાગે ધોળુંધબ
ધબાક ચોમાસું વરસ્યે લીલુંછમ
છરકતું સ્મરણ ઝાલી લેવાય
ઝાલીને ઉછાળી દેવાય
ઉછાળીને ઝીલી શકાય
ઝીલીને જોવું હોય તેમ જોવાય મેઘધનુષી
સંભળાય સાંભળવું હોય તેવું છનન છનન
દિવસે રાતરાણી કહી શકાય
આંગળીઓને ટેરવે ટેરવે રમતું ગમતું ચાખી શકાય
રમતાં રમતાં
વચેવચાળે હાશ કરીને ઠામ ઠરીને ચપટી શમતાં
ઓઢી ઊની અંધારાને
પળ બે પળની લાંબી નીંદર વણી વણી ના
ત્યાં તો કૂણો ઉજાસ ખૂલે
કરેણ ઝૂલે કરેણ ઝૂલે
ઝૂલણમાંથી ઠેકો દેતાં
પટાચટાળી રમણા રમતાં રમતાં રમણે ચડતાં
ચડતાં ઊંચે ઊંચે સ્મરણાં
હમણાં