અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Atulraval moved page અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એક ભોળો ભાભો to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો without leaving a redirect) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક ભોળો ભાભો| દલપતરામ}} | |||
<poem> | <poem> | ||
{{Center|''(મનહર છંદ)''}} | {{Center|''(મનહર છંદ)''}} |
Revision as of 09:10, 9 July 2021
એક ભોળો ભાભો
દલપતરામ
(મનહર છંદ)
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧