9,289
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જીભ | જ્યોતીન્દ્ર દવે}} | {{Heading|જીભ | જ્યોતીન્દ્ર દવે}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a6/NIBANDH_CHIRANTANA_JIBH.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • જીભ - જ્યોતીન્દ્ર દવે • ઑડિયો પઠન: ચિરંતના ભટ્ટ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે છે ઇન્દ્રિયો ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું ને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. | મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે છે ઇન્દ્રિયો ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું ને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. | ||
| Line 38: | Line 53: | ||
પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઊના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું: આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કર્યે જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો, ને મન ને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે, અને સુખી થવું હોય તો મનુષ્યે સંસારમાં જલકમલવત્ નહિ પણ મુખજીભવત્ રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલ્યે સંભળાવે છે. | પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઊના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું: આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કર્યે જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો, ને મન ને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે, અને સુખી થવું હોય તો મનુષ્યે સંસારમાં જલકમલવત્ નહિ પણ મુખજીભવત્ રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલ્યે સંભળાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/ખોટી બે આની|ખોટી બે આની]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/તમે પરદેશ ગયા છો?|તમે પરદેશ ગયા છો?]] | |||
}} | |||