9,289
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મારી જમીન | જયરાય વૈદ્ય}} | {{Heading|મારી જમીન | જયરાય વૈદ્ય}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/99/PRIYANKA_MARI_JAMEEN.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • મારી જમીન - જયરાય વૈદ્ય • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હિન્દ જેવા સુરસાળ દેશની પડતી કોઈ કાળે સંભવે નહિ, પણ તેને આપણે આણી છે તેનું મોટું કારણ જમીન-પૃથ્વીમાતા-સાથે આપણે અસહકાર કર્યો છે એ જ લાગે છે. આ પાપ મોટે ભાગે આપણું એટલે ઉજળિયાત વર્ગનું છે. અને એને માટે માતાએ શિક્ષા પણ સરસ ફરમાવી છે. એ શિક્ષા તે—દેશોદ્ધાર કાજે ભાષણો કર્યા કરવાં, લેખો લખવા ને છાપાં છાપવાં, પરદેશીઓને પાયે પડીપડીને કે પડકારીને સુધારા ભીખવા, ઇત્યાદિ. આ સોનાની બેડીઓનો ચળકાટ અને ઝણકાર આપણને એટલો વહાલો છે કે તેમાંથી છૂટવાનો વિચાર સરખો આપણને ન આવે. પણ મારે તો એ બેડીઓ તુર્ત તોડી નાખવી, વહેલામાં વહેલી તકે ધરતીમાતનું શરણું ફરી શોધવું, અને ઉન્નતિનો જે માર્ગ મોટા-મોટા નેતાઓને પણ હજી સૂઝ્યો જણાતો નથી તેને અમલમાં પણ મૂકીને દેશ પર અપાર ઉપકાર ચઢાવવો, નેતાઓને શરમિંદા કરી મૂકવા અને મારે પોતાને અમરત્વના પંથે પળવાનો લાગ સાધવો, આવો નિશ્ચય મેં એક સુંદર સવારે કર્યો. | હિન્દ જેવા સુરસાળ દેશની પડતી કોઈ કાળે સંભવે નહિ, પણ તેને આપણે આણી છે તેનું મોટું કારણ જમીન-પૃથ્વીમાતા-સાથે આપણે અસહકાર કર્યો છે એ જ લાગે છે. આ પાપ મોટે ભાગે આપણું એટલે ઉજળિયાત વર્ગનું છે. અને એને માટે માતાએ શિક્ષા પણ સરસ ફરમાવી છે. એ શિક્ષા તે—દેશોદ્ધાર કાજે ભાષણો કર્યા કરવાં, લેખો લખવા ને છાપાં છાપવાં, પરદેશીઓને પાયે પડીપડીને કે પડકારીને સુધારા ભીખવા, ઇત્યાદિ. આ સોનાની બેડીઓનો ચળકાટ અને ઝણકાર આપણને એટલો વહાલો છે કે તેમાંથી છૂટવાનો વિચાર સરખો આપણને ન આવે. પણ મારે તો એ બેડીઓ તુર્ત તોડી નાખવી, વહેલામાં વહેલી તકે ધરતીમાતનું શરણું ફરી શોધવું, અને ઉન્નતિનો જે માર્ગ મોટા-મોટા નેતાઓને પણ હજી સૂઝ્યો જણાતો નથી તેને અમલમાં પણ મૂકીને દેશ પર અપાર ઉપકાર ચઢાવવો, નેતાઓને શરમિંદા કરી મૂકવા અને મારે પોતાને અમરત્વના પંથે પળવાનો લાગ સાધવો, આવો નિશ્ચય મેં એક સુંદર સવારે કર્યો. | ||
| Line 36: | Line 51: | ||
જમીન સાથે સહકાર કરવા સંબંધી આટલો બોધપાઠ (તેમજ કાલ્પનિક પદાર્થપાઠ) હાલને કાજ બસ નથી? કલ્પના આ ભવમાં કદી વાસ્તવ બનશે તો એના અનુભવોને જોરે તમને એ વિષયનું એક આખું શાસ્ત્ર રચી આપતાં હું જેવા સિદ્ધહસ્ત શાસ્ત્રીય લેખકને ક્યાં વાર લાગે તેમ છે? | જમીન સાથે સહકાર કરવા સંબંધી આટલો બોધપાઠ (તેમજ કાલ્પનિક પદાર્થપાઠ) હાલને કાજ બસ નથી? કલ્પના આ ભવમાં કદી વાસ્તવ બનશે તો એના અનુભવોને જોરે તમને એ વિષયનું એક આખું શાસ્ત્ર રચી આપતાં હું જેવા સિદ્ધહસ્ત શાસ્ત્રીય લેખકને ક્યાં વાર લાગે તેમ છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/લેખોત્સવ|લેખોત્સવ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/નીતિ લલિતકલા તરીકે|નીતિ લલિતકલા તરીકે]] | |||
}} | |||