ગુજરાતી બાળવાર્તા સંપદા/કંઈ એકલા ખવાય ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
({{Heading| કંઈ એકલા ખવાય ? | મોહનભાઈ શં. પટેલ}})
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading| કંઈ એકલા ખવાય ? | મોહનભાઈ શં. પટેલ}}
<big><big>'''મોહનભાઈ શં. પટેલ'''</big></big><br>
 
<big>'''કંઈ એકલા ખવાય ?'''</big><br>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 15:09, 14 August 2024

કંઈ એકલા ખવાય ?

મોહનભાઈ શં. પટેલ

ગામને સીમાડે ઇસ્માઇલની વાડી, ઇસ્માઇલ ભારે મહેનતુ. વાડી બારેમાસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી પણ ઇસ્માઇલની વાડીનાં વખણાય. વાડીને એક શેઢે એણે નાનકડો કૂબો બનાવેલો. એના કૂબાની નજીક મરઘાં માટે નાનકડું ઘર બનાવેલું. મરઘી પીલાં લઈને વાડીમાં ફરતી હોય એ જોઈને ઇસ્માઇલ બહુ હરખાય. વાડીમાં આલતુ-ફાલતુ જીવાત આ મરઘાં ચણી જાય. મરઘા-ઘર આગળ ઇસ્માઇલ રોજ દાણા પણ નાંખે. એક વાર વાડીમાં મકાઈ ખૂબ સરસ થયેલી. તાજા મોટા મકાઈના દાણા એણે મરઘા-ઘર આગળ વેર્યા. મરઘીએ એ જોયા ને રાજી થઈ : ‘વાહ ! શી ભગવાનની કૃપા છે !’ મરઘીને થયું, ‘આ નાખ્યા એટલા દાણા હું ખા-ખા જ કરું ને દાણા હું પકવું નહિ તે કેમ ચાલે ? ઇસ્માઇલ તો રાતદિવસ તન તોડીને વાડીમાં કામ કરે છે; પણ દાણા વાવવા-લણવા એ બધું કામ મારી એકલીથી કંઈ થાય ? કોકની સાથે સૂંઢલ કરી હોય તો મકાઈ વવાય.’ વાડીમાં લાલિયો કૂતરો પણ રહેતો હતો. મરઘીને થયું, ‘લાવને, લાલિયાને પૂછી જોઉં. એની સૂંઢલ સારી. ઢોરઢાંખર કોઈ ખેતરમાં ઢૂંકે નહિ.’ ગઈ એ તો લાલિયા પાસે. “લાલિયાભાઈ, લાલિયાભાઈ, મારી પાસે સરસ મકાઈ છે. તમે સૂંઢલ રાખો તો આપણે મકાઈ વાવીએ.” “અરે, મરઘીબાઈ, મારે વળી મકાઈ શું કરવી છે ? ખોટી મજૂરી કોણ કરે ?” લાલિયાએ લૂલી હલાવી ના પાડી. પણ મરઘીનો ઉમળકો ભારે. એ ગઈ ગલબા શિયાળ કને. “ગલબાભાઈ, ગલબાભાઈ ! ચાલો, આપણે મકાઈની ખેતી કરીએ. આપણો સરખો ભાગ. આપણે ખાઈએ એટલું પકવીએ તો ખરાં.” પણ ગલબો જેનું નામ ! મહેનત કરવી એને ગમે ? એ તો હાથમાં સોટી લઈને સવાર-સાંજ ફરવા જાય ને ગામ આખાની ચોવટ કરે. એણેય ઘસીને ના પાડી, “મરઘીબાઈ, મને વખત જ ક્યાં છે ?” મરઘી તો તોય નિરાશ ના થઈ. બાજુના ખેતરમાં ડુક્કર રહેતું હતું. ગઈ એ તો એની પાસે. “અરે ડાહ્યાભાઈ ડુક્કર, મારી પાસે મકાઈનું સરસ બીજ છે. તમે સૂંઢલ રાખો તો આપણે મકાઈ વાવીએ. પાકે એમાં અર્ધો-અર્ધો ભાગ.” ડાહ્યો ડુક્કર જોરથી છીંકાર્યો, “ના રે બાઈ, ના. ખેતી વળી કેવી ? આ બધા ખેતી કરે છે કોના માટે ? ખાઈ-પીને મજા કરો ! પેટ ચોળીને શૂળ શા માટે ઊભું કરો છો ?” મરઘી તો ડઘાઈ ગઈ. એને થયું : “હું અહીં ક્યાં આવી ? પારકાની આશા શી રાખવી ? ચાલ જીવ, જાતમહેનત જિંદાબાદ. હું એકલી તો એકલી. પણ મકાઈ વાવીશ ને મકાઈ લણીશ.” મરઘીએ તો વાડીને એક ખૂણે ધોરિયાની ધારે-ધારે મકાઈ વાળી. એક દહાડો... બે દહાડા.... સમય વીતવા લાગ્યો. એક દી જ્યાં મકાઈના દાણા વાવ્યા હતા ત્યાં બધે લીલા-કુમળા અંકુર ફૂટી નીકળ્યા. મરઘી તો જુએ ને હરખાય, જુએ ને હરખાય. મરઘીબાઈએ જઈને એમનાં પીલાંને વધાઈ ખાધી. પીલાં દોડતાં-કૂદતાં ફૂટતા અંકુર જોવા આવ્યાં. એય રાજી-રાજી થઈ ગયાં. એમ કરતાં-કરતાં તો મકાઈના છોડ વધવા લાગ્યા. ખાસ્સા ઊંચા થઈ ગયા. ઉપર મકાઈના ડોડા બેઠા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાહ્યો ડુક્કર આંટા મારવા લાગ્યા. “મરઘીબાઈ, કેમ છો ? મકાઈ તો ઠીક પાકી. અરે ભાઈ, ગમે તેમ કહો તોય, તમારી મહેનત !” બધા મરઘીબાઈની ખુશામત કરવા લાગ્યા, “વાહ, મરઘીબાઈ, વાહ !” મરઘીબાઈ વિચારે, “મહેનત કરવાની હતી ત્યારે તો કોઈ ઢૂંઢતુંય નહોતું. આજ મહેનતનાં ફળ લણવાનાં થયાં ત્યારે ‘વાહ, મરઘીબાઈ વાહ !’ વળી મરઘીબાઈને થયું, ‘ભગવાને મને કણના મણ કરીને આપ્યા છે. કાંઈ નહિ. આડોશી-પાડોશીને મૂકીને મારાથી ખવાય કાંઈ ?’ મરઘીબાઈએ સૂપડું-સૂપડું મકાઈ એમને ત્યાં મોકલાવી, ને બાકી કોઠીમાં ભરી. વરસ આખું હવે નિરાંત. લાલિયો, ગલબો ને ડાહ્યો તો પીળાધમરક મકાઈના દાણા જોઈ ખુશ થઈ ગયા. એમને થયું, ‘મરઘીબાઈની સૂંઢલ કરી હોત ને એમની સાથોસાથ મહેનત કરી હોત તો આ સૂપડું મકાઈને બદલે સૂંડલા ને સૂંડલા મકાઈ મળત.’ હવે એમને પસ્તાવો થવા લાગ્યો. એમને ખાતરી થઈ કે મહેનત કરી એટલે જ મરઘીબાઈનું કુટુંબ સુખી થયું. હવેથી આપણે પણ મહેનત કરીશું એવો એમણે મનસૂબો કર્યો. પછી તો સૌએ ખાધું, પીધું ને મોજ કરી.