પન્ના નાયકની કવિતા/શોધું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 03:49, 22 August 2024
૧૭. કંકુ
Oh, mommy!
See
her forehead is bleeding!
અમેરિકન બાળકની
આ
નિર્દોષ ટકોર સાંભળી
કપાળે હાથ મૂકી દઉં છું...
મારી ખુલ્લી હથેળીમાં
કંકુ જોઈ
મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે...
હમણાં જ મળેલાં
મને પ્રેમથી ભેટેલાં
મધર ટેરેસા યાદ આવી જાય છે.
આશીર્વાદ આપવા
કે
પરમાર્થ કરવા અશક્તિમાન
મારા હાથને સંતાડી રાખવા
હું મુઠ્ઠી વાળી દઉં છું
અને
મારા જ ભિડાયેલા નહોરથી
હથેળીનું કંકુ
રક્ત થઈ
ટપકવા માંડે છે...!