યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} યોગેશ જોષીએ વાર્તાકાર તરીકે રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ અને સુરેશ જોષીના સંસ્કાર આત્મસાત કર્યા છે. જે સમયે મોટા ભાગના વાર્તાકારો કાવ્યમય ગદ્યમાં આધુનિક વાર્ત...")
 
(No difference)

Latest revision as of 15:02, 22 August 2024

કૃતિ-પરિચય

યોગેશ જોષીએ વાર્તાકાર તરીકે રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ અને સુરેશ જોષીના સંસ્કાર આત્મસાત કર્યા છે. જે સમયે મોટા ભાગના વાર્તાકારો કાવ્યમય ગદ્યમાં આધુનિક વાર્તા લખતા એ સમયે યોગેશ જોષીએ લોકબોલીનો વિનિયોગ કરીને ‘ગંગાબા’ તથા ‘ચંદરવો’ જેવી કલાત્મક વાર્તાઓ આપી. અનુઆધુનિક વાર્તાઓ લખાતી એ સમયે આ વાર્તાકારે ફૅન્ટેસીનો વિનિયોગ કરીને ‘ગતિ’ અને ‘આરોહણ’ જેવી વાર્તાઓ આપી. આ વાર્તાકાર પાસેથી ‘બડી દૂર નગરી’ તથા ‘આસ્થા’ જેવી દલિત વાર્તાઓ પણ મળી છે. આ વાર્તાકારનું વિષયવૈવિધ્ય તથા ભાષાકર્મનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ વાર્તાકારે સુંદર ચરિત્ર નિબંધો પણ આપ્યાં છે. ચરિત્ર નિબંધલેખનનો લાભ એમની વાર્તાઓને પણ મળ્યો છે. આ રેખાચિત્રકારે ઝીણી ઝીણી રેખાઓ થકી વાર્તાનાં પાત્રોને જીવતાં-ધબકતાં કર્યાં છે. આશા છે સહ્રદય ભાવકો તથા અભ્યાસીઓને આ ઈ-પ્રકાશનમાં રસ પડશે. –ઊર્મિલા ઠાકર