ભારતીય કાવ્યસિદ્ધાંત/(૭) વ્યંજના: Difference between revisions
(+૧) |
(No difference)
|
Revision as of 08:50, 1 September 2024
(૭) વ્યંજના : (પૃ. ૩૩) :
વ્યવહારમાં આપણે જે રીતે ભાષાને પ્રયોજીએ છીએ તેનાથી ભિન્ન રીતે કાવ્યમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ જ કાવ્યકલાનું એક મહત્ત્વનું તત્ત્વ છે એ વાત પાશ્ચાત્ય વિવેચનની પણ નજર બહાર રહી નથી. સાહિત્યમાં થતા ભાષાના વિશિષ્ટ ઉપયોગ વિશે Mallam એમના ‘Approach to Poetry’ એ પુસ્તકમાં લખે છે : ‘Words have a defined and undefined significance. In scientific or philosophic treatises the defined significance alone is of importance; in literature the undefined significance – the associations connected with the words – is of equal importance… It is hardly too much to say that nearly all poetry depends for its effect on the undefined significance of words… Poetry, though, passing through common sense, rises above it and moves us more by the indefinite feeling it stirs than by the actual meaning it expresses.’ ઓગ્ડેન આવા વિશિષ્ટ અર્થ આપવાની શબ્દશક્તિને emotive function કહે છે. એક દાખલો આપી એ સમજાવે છે કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે ‘Man is a worm’ ત્યારે એના વાચ્યાર્થનું કશું તાત્પર્ય જ હોતું નથી. એ વાક્ય દ્વારા આપણે કોઈ વર્ણન કરતા નથી, પરંતુ મનના એક ભાવને ઉદ્યોતિત કરીએ છે. એ વાક્યની સાથે જો ‘The height of the Eiffel Tower is ૯૦૦ feet’ એ વાક્યની તુલના કરીએ, તો બંને વચ્ચેનો ભેદ અનાયાસે આપણે અનુભવી શકીશું. જ્યારે આપણે એમ કહીએ છે કે ‘Man is a worm’ ત્યારે ઓગ્ડેન કહે છે, ‘We may not be making statements, not even false statements; we are most probably using words merely to evoke certain attitudes.’૧[1] ‘Man is a worm’ને આપણે લક્ષણામૂલ વ્યંજનાનું ઉદાહરણ ગણી શકીએ. વ્યંગ્યાર્થબોધ માટે ભાવકમાં પણ વિશિષ્ટ શક્તિની અપેક્ષા રહે છે એ મુદ્દો પ્રો. એબરક્રોમ્બીની કાવ્યમાં થતા ભાષાના વિશિષ્ટ ઉપયોગ વિશેની ચર્ચામાં આવી જાય છે: ‘In fact, literary language differs from ordinary language precisely by the conscious and deliberate use in it of powers additional to the force of grammatical meaning; powers which are only casually employed in common speech… Thus, as we have already notice, something infinitely variable (experience) must be committed to a notation (language), the capacity of which is by its very nature, limited. Literary art, therefore, will always be in some degree suggestion; and the height of literary art is to make the power of suggestion in language as commanding, as far-reaching, as vivid, as subtle as possible... But for conveying the finest and, perhaps, the most individual qualities of his imagination, the author must rely on his reader’s ability to respond to what his language can only suggest.’૧ [2]