ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરિલાલ મૂળશંકર મૂળાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
(+૧)
 
Line 15: Line 15:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હરિલાલ મૂળશંકર મૂળાણી
|previous = હરદાન પીંગળશી નરેલા
|next = હરિહર પ્રાણશંકર ભટ્ટ
|next = હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ
}}
}}

Latest revision as of 17:16, 22 October 2024

હરિલાલ મૂળશંકર મૂળાણી

ગુજરાતને સંખ્યાબંધ લોકપ્રિય દૃશ્ય નાટકો આપવા માટે પંકાએલા પિતાના આ પુત્ર પણ એ જ દિશામાં-દૃશ્ય નાટકો આપનાર તેમજ જાણીતાં સામયિકોમાં વિવિધ સાહિત્યપ્રકારના અને મુખ્યત્વે વિજ્ઞાનના લેખો આપનાર તરીકે જાણીતા છે. જાણીતા નાટ્યલેખક શ્રી. મૂળશંકર મૂળાણીને ત્યાં, કાઠિયાવાડમાં અમરેલી મુકામે, પ્રશ્નોરા જ્ઞાતિમાં, ઈ.સ.૧૮૯૧ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે એમનો જન્મ થયો. એમનાં માતાનું નામ કૃષ્ણા પ્રજારામ ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઇને ઈ.સ.૧૯૦૬માં ત્યાંની ન્યૂ હાઇસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થઈ વિલ્સન કૉલેજમાં એમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, બી. એસ. સી વર્ગમાં સ્કૉલરશિપ મેળવી અને મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ એમ. એસ. સી તરીકે ૧૯૧૬ ઉત્તીર્ણ થયા. આજે તેઓ કાનપુરના હારકોર્ટ બટલર ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઑઇલ ટેક્નૉલૉજીમાં લેક્ચરર છે. એમનું લગ્ન ઈ.સ.૧૯૦૭માં કાઠિયાવાડમાં સાવરકુંડલા મુકામે થયું છે. એમના પત્નીનું નામ સૌ. કુન્દનલક્ષ્મી. એમને બે પુત્ર અને બે પુત્રી એમ ચાર બાળકો છે. સાહિત્ય અને રસાયણવિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે, અને તેની પ્રતીત્તિ આપણને તેમનાં વિવિધ સંખ્યાબંધ લખાણોમાંથી મળે છે. એમનો પ્રથમ ગ્રંથ ‘કલા કે લક્ષ્મી’ ઈ.સ.૧૯૧૩માં બહાર પડ્યો, ત્યારથી આજસુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી છે. એમની કૃતિઓની વવાર યાદી નીચે મુજબ છે: ચૈતન્યકુમાર (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૦૭-૮ (કઠિયાવાડી નાટક મંડળી) ભદ્રાભામિની (નાટક) (શામળભટ્ટની વાર્તા પરથી) ૧૯૦૯ (કઠિયાવાડી નાટક મંડળી) કલા કે લક્ષ્મી (Woman & the Artistનો અનુવાદ) પ્રકાશન ૧૯૧૩ સાચો સંન્યાસ (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૨૦ (રૉયલ નાટક મંડળી) વીરનારી આશા(નાટક) પ્રથમ ભજવાયું ૧૯૨૫ (મુંબઈ સુબોધ મંડળી)

***