કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/માણસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:25, 14 November 2024

૩૭. માણસ

ના, ના નહીં ધિક્કારવા જેવો
માણસ અંતે ચ્હાવા જેવો.
ખૂણા-ખાંચા હોય છતાંયે
માણસ એ તો
ગીત-ગઝલમાં મન મૂકીને ગાવા જેવો!
હિમશિખરની શાતા જેવો
વડવાનલ કે લાવા જેવો
અવસર, માતમ, લ્હાવા જેવો
અંત વિનાના પ્રશ્નો પૂછે :
કેવો માણસ, માણસ કેવો...?
માણસ તો માણસના જેવો...
જેવો તેવો હોય છતાંયે
સાચા દિલની વાહ્-વા જેવો
માણસ અંતે ચ્હાવા જેવો!

૧૯-૮-૧૯૮૧ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૧૪)