કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/Pre-Scription
Jump to navigation
Jump to search
૩૬. Pre-Scription
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતા આવડે છે?
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
તમને તમારાથી પણ છૂટા પડતાં આવડે છે?
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
૮-૧૨-૧૯૮૦(કાવ્યસૃષ્ટિ, પૃ. ૪૯૫)