કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/નીકળવા કરું તો...: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(+૧) |
||
Line 33: | Line 33: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તે ગઝલ | ||
|next = | |next = કતલ કર અને કૈં... | ||
}} | }} |
Latest revision as of 04:15, 18 November 2024
૨૮. નીકળવા કરું તો...
નીકળવા કરું તો મને જીવ રોકે,
અને દ્વાર મૃત્યુ લગાતાર ઠોકે.
થશે ના કશો ફાયદો એમ જો કે,
એ જાણું છતાં કંઠી ઘાલું છું ડોકે.
કરી મેલ્યું છે આવું વરસોથી કોકે,
હસું ના હસું ત્યાં જ છલકાઉં શોકે.
મને એમ છે એ હશે દ્વાર તારું,
જતાં આવતાં અન્ય તો કોણ રોકે!
કહેવું બધું બાંધે ભરમે કહેવું,
મને કોણ તારા વિના એમ ટોકે!
મને થાય આ મસ્ત ચંદા નિહાળી,
ચટાઈ લઈ હું ય આળોટું ચોકે.
નથી માત્ર પથ્થર કે ઈંટે નવાજ્યો,
મને અન્યથા પણ નવાજ્યો છે લોકે.
પછી આપણી યાદ આવે ન આવે,
લઈ નામ નિજનું રડો પોકેપોકે!
પછી દોસ્તોની શિકાયત શું ‘ઘાયલ'!
નથી કામ આવ્યો મને હું ય મોકે.
૧૮-૯-૧૯૭૫(આઠોં જામ ખુમારી, પૃ. ૩૯૪)